Gujarati News

Gujarati News

News of Saturday, 12th January 2019

અનાથ બાળકોના લાભાર્થે કાલે કાઈટ ફેસ્ટીવલ

ચોટીલાના ધજાળા ગામના જરૂરીયાતમંદ બાળકોને તમામ આવક અપાશેઃ જયેશભાઈ રાદડીયાના હસ્તે ઉદ્દઘાટન : ડીજે વીથ ડાન્સ આકર્ષણ જમાવશે : અનોખુ આયોજન

રાજકોટ, તા. ૧૨ : ૧૪ તારીખ એટલે મકરસંક્રાંતિનું પર્વ અને આ દિવસે પતંગની સાથે સાથે દાન કરવાનો પણ દિવસ હોય છે. સૌ લોકો એમના યથાયોગ્ય મુજબ દાન કરે છે ને આમ લોકો મકરસંક્રાંતિના પર્વની ઉજવણી કરે છે. પરંતુ રાજકોટ - મોવડીના યુવાનોને એક નવીનતમ જ વિચાર આવ્યો કે આ મકરસંક્રાંતિની ઉજવણી આનંદ અને હર્ષોલ્લાસ સાથે તો કરવી જ સાથે સાથે ગરીબ - અનાથ બાળકો માટે પણ કંઈક કરવું. એ વિષયના હાર્દને સાકાર કરવા આ ગામ સીતારામ ગ્રુપના યુવાનોએ એક નવીનતમ વિચાર ઘડી કાઢ્યો અને એ વિચાર એટલે ેક કાઈટ ફેસ્ટીવલ - પતંગોત્સવ-૨૦૧૯નું આયોજન કરવું અને એ ઈવેન્ટમાં જે પણ આવક થાય તે આવકને અનાથ આશ્રમમાં મોકલવી.

આ ઈવેન્ટ આવતીકાલે ૧૩મીના રવિવારે સવારે ૯ થી સાંજના ૬ સુધી યોજાશે. આ ઈવેન્ટમાં ડીજે વિથ ડાન્સનું આકર્ષણ હશે તો દરેકને પાટણ તથા ફીરકી આપવામાં આવશે. સાથે બપોરે ભોજનની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. આ ફેસ્ટીવલનું ઉદ્દઘાટન ગુજરાત રાજયના કેબીનેટ મંત્રી શ્રી જયેશભાઈ રાદડીયાના હસ્તે કરવામાં આવશે અને સાથે આ ઈવને્ટમાં ક્રિસી ઠકર અને માય એફ એમના આર. જે. જય સાકરીયા તથા સ્મિત સોજીત્રા એન્કર તરીકે સેવા આપશે તો ખુંટ ચિંતન, જય ટોકસી અને પટેલ નીર અને ઈન્સ્ટાગ્રામને ઘેલુ કરનાર ગુજુ નખરાળી પણ આ ઈવેન્ટમાં આવશે.

આ ઈવેન્ટમાં ભાગ લેવા ઈચ્છતા લોકો ૭૮૭૮૭ ૭૪૪૧૧ ઉપર સંપર્ક કરવો. સિંગલ પાસ રૂ.૩૦૦ અને કપલ પાસ રૂ.૫૦૦ના રાખવામાં આવ્યા છે. આ ઈવેન્ટ બાલાજી પાર્ટી પ્લોટ, દેશી ધમાલની બાજુમાં, પાળ રોડ, મોવડી રાજકોટ ખાતે યોજાશે.આયોજનમાં એલવીશ સોરઠીયા, મૌલિક સોરઠીયા, વિવેક મેઘાણી જોડાયા છે.

(તસ્વીરઃ સંદિપ બગથરીયા)

(3:47 pm IST)
  • ભારતે પાકિસ્તાનના નિષ્ણાતોને ચેનાબ નદી પર બે હાઈડ્રોપાવર પ્રોજેક્ટનું નિરીક્ષણ કરવા પ્રસ્તાવ મોકલ્યો :ભારતે પાકિસ્તાનને પત્ર લખીને પાકિસ્તાની વિશેષજ્ઞો દ્વારા 27મી જાન્યુઆરીથી 1 ફેબ્રુઆરી વચ્ચે જમ્મુ કાશ્મીરમાં ચેનાબ નદી પર બે હાઈડ્રોપાવર પરિયોજનાનું નિરીક્ષણ માટે તેની યાત્રાનો પ્રસ્તાવ મોકલ્યો છે :આઇડબલ્યુટી અંતર્ગત ભારતે સિંધુ આયુક્તએ પોતાના પાકિસ્તાન સમકક્ષને નિમંત્રણ મોકલ્યું છે access_time 1:07 am IST

  • પોતાને 'ડાકુ' કહેનાર જબલપુરની સરકારી શાળાના શિક્ષકને કોંગી મુખ્યમંત્રી કમલનાથએ માફ કર્યો : દરેકને વાણી સ્વાતંત્ર્યનો અધિકાર : તેમછતાં શિક્ષકનું કામ વિદ્યાર્થીઓના ઘડતરનું હોવાથી બોલવામાં વિવેક રાખવો જરૂરી હોવાની ટકોર કરી : શિક્ષકને પરત નોકરીમાં લઇ લેવા સૂચના આપી access_time 7:25 pm IST

  • સપા -બસપા ગઠબંધન મજબૂત :એનડીએએ પોતાને સુદઢ બનાવવું પડશે ;ચિરાગ પાસવાને કહ્યું કે ઉત્તર પ્રદેશમાં બંને પક્ષોએ લાંબા સમય સુધી શાસન કર્યું ત્યાં લોકોને બેરોજગારી અને અપરાધને પગલે અન્ય જગ્યાએ જવા મજબુર થવું પડ્યું access_time 12:47 am IST