Gujarati News

Gujarati News

News of Saturday, 12th January 2019

લાખાજીરાજ ઉદ્યોગનગરની ૧૭ વર્ષની સગીરાને જયદીપ ઉર્ફે જમલો ભગાડી ગયોઃ અપહરણનો ગુનો

રાજકોટ, તા. ૧૨ :. કુબલીયાપરા મેઈન રોડ, લાખાજીરાજ ઉદ્યોગનગરમાં રહેતી સગીરાને પ્રેમજાળમાં ફસાવી લગ્ન કરવાની લાલચ આપી જયદીપ ઉર્ફે જયલો કિશોરભાઈ મકવાણા ભગાડી જતા થોરાળા પોલીસે અપહરણનો ગુનો દાખલ કર્યો છે.

મળતી વિગત મુજબ લાખાજીરાજ ઉદ્યોગનગર શેરી નં. ૧૨માં રહેતા જસવંતભાઈ શીવાભાઈ રાઠોડ (ઉ.વ. ૫૦) એ થોરાળા પોલીસ મથકમાં નોંધાવેલી ફરીયાદમાં જણાવ્યુ છે કે, પોતે ઘરે જ દૂધ વેચવાનો વેપાર કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. પોતાને સંતાનમાં બે પુત્રી અને એક પુત્ર છે. જેમા મોટી ૧૭ વર્ષની પુત્રી અભ્યાસ કરે છે. ગત તા. ૯-૧ના રોજ પોતે ઘરે દૂધનો ધંધો કરતા હતા ત્યારે પત્નીએ કહેલ કે દીકરી ઘરમાં જોવામાં આવતી નથી જેથી પોતે ઘરમાં તથા આજુબાજુ તેમજ સગાસંબંધીને ત્યાં તપાસ કરેલ પરંતુ સગીરાનો કોઈ પત્તો લાગ્યો ન હતો બાદ જાણવા મળેલ કે લાખાજીરાજ ઉદ્યોગનગર શેરી નં. ૮ મા રહેતો જયદીપ ઉર્ફે જયલો કિશોરભાઈ મકવાણા સગીરાને ભગાડી ગયો હોવાનું જાણવા મળ્યુ હતું. બાદ પોતે આ અંગે થોરાળા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવતા પોલીસે જયદીપ ઉર્ફે જયલા વિરૂદ્ધ અપહરણનો ગુનો દાખલ કરી તપાસ આદરી છે.

(3:44 pm IST)
  • અમદાવાદ : કોંગ્રેસ દ્વારા વી.એસ. બચાવો અભિયાન :વી.એસ. હોસ્પિટલના ખાનગીકરણનો કોંગ્રેસ દ્વારા વિરોધ :પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાની આગેવાનીમાં કોચરબ આશ્રમથી વી.એસ. સુધી પદયાત્રા યોજશે access_time 10:47 pm IST

  • માત્ર 15 દિવસમાં ઉખેડી નાખશું મધ્યપ્રદેશ સરકાર ;ઉપરથી સિગ્નલ મળવાની રાહ છે : કૈલાશ વિજયવર્ગીય :કૈલાશ વિજયવર્ગીયે કાર્યકરોને કહ્યું કે આ ( મધ્યપ્રદેશ )સરકાર પાંચ વર્ષ ચાલનારી નથી ,જે દિવસે ઉપરથી સિગ્નલ મળી ગયું,15 દિવસની અંદર ઉખેડી નાખશું,તમે ચિંતા ના કરો ':ભાજપના નેતાનો આ વિડિઓ વાયરલ થતા ખળભળાટ મચી ગયો છે access_time 1:21 am IST

  • વિદેશમંત્રી સુશ્રી સુષ્મા સ્વરાજ ઉઝબેકિસ્તાન જવા રવાના : સૌપ્રથમવાર યોજાયેલી બે દિવસીય ઇન્ડિયા - સેન્ટ્રલ એશિયા મિટિંગમાં ભાગ લેશે : સેન્ટ્રલ એશિયાના જુદા જુદા દેશોના વિદેશમંત્રીઓ જોડાશે access_time 8:07 pm IST