Gujarati News

Gujarati News

News of Saturday, 12th January 2019

દુષ્કાળગ્રસ્ત ખેડૂતોની નુકસાની સહાયની અરજીઓ મંગળવાર સુધી સ્વીકારાશે : કલેકટરે ૩૫ કરોડની ખાસ ગ્રાન્ટ ફાળવી

આજ સુધીમાં ૧II લાખ અરજીઓ આવી : જિલ્લામાં કુલ ૨II લાખથી વધુ ખેડૂતો

રાજકોટ તા. ૧૨ : રાજકોટ જિલ્લામાં ચાલુ વર્ષ ૨૦૧૮-૧૯માં દુષ્કાળગ્રસ્ત તાલુકાઓમાં અછતગ્રસ્ત ખેડૂતોને બે હેકટર સુધીની કૃષિ ઈનપુટની સહાય આપવાનું ઠરાવાયેલું છે. અસરગ્રસ્તોને કૃષિ ઈનપુટ સહાયની અરજી કરવા પૂરતી સમયમર્યાદા મળી રહે તથા ભવિષ્યમાં કોઇ અરજદારની અરજી રહી ન જાય તે માટે આવી નુકસાની સબબની અરજીઓ સ્વીકાર કરવા કટ ઓફ ડેટ આગામી તા. ૧૫/૧ છેલ્લી તારીખ જાહેર કરવામાં આવી છે.ઙ્ગ

ઙ્ગજિલ્લાના અસરગ્રસ્ત ખેડૂતોને નિયત નમૂનામાં અરજી ફોર્મ જરૂરી વિગત ભરીને તેની સાથે ૮, ૭/૧૨ની ચાલુ સાલના પાકના વાવેતરની નોંધ સાથેની નકલ, આધાર કાર્ડ તથા બેંક પાસબુકની નકલ આઇ.એફ.એસ.સી. કોડ સાથે / રદ કરેલા ચેક જોડીને આપવાની તા. ૧૫/૧ નક્કી થઇ છે. અસરગ્રસ્ત ખેડૂત તા. ૧૫/૧ સુધીમાં જે તે ગ્રામ પંચાયતમાં તલાટી કમ મંત્રી પાસે અરજી ફોર્મ જમા કરાવવાના રહેશે તેમજ ફોર્મ ભરવા અંગે સંબંધિત ગ્રામસેવક પણ મદદરૂપ થશે. અત્યાર સુધીમાં અસરગ્રસ્ત ખેડૂતોના કુલ ૧.૫૦ લાખ  અરજી ફોર્મ મળી ચૂકયા છે અને આ કાર્ય હજુ ચાલુ રખાયું છે.

રાજય સરકાર કક્ષાએ ગ્રાંટ ઉપલબ્ધ થઇ છે, જેના ચૂકવણાની કાર્યવાહી ટૂંક સમયમાં ચાલુ કરી દેવામાં આવશે. ફોર્મ ભરવા, સ્વીકારવા, ચકાસણી કરવા તેમજ તેના તાત્કાલિક ચૂકવણા કરવામાં આવસે જેના માટે કલેકટર તંત્ર તરફથી ૩૫ કરોડ રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે જિલ્લામાં કુલ ૨.૬૦ લાખ ખેડતોને લાભ મળશે.(૨૧.૯)

 

(11:51 am IST)