Gujarati News

Gujarati News

News of Saturday, 12th January 2019

મકરસંક્રાંતિએ વિજયભાઈ રાજકોટમાં

'વ્હીલ ઓન વિઝડમ' બસની ફલેગ ઓફ કાર્યક્રમમાં હાજરી આપશેઃ રાત્રી રોકાણ સર્કીટ હાઉસમાં: મંગળવારે સવારે ગાંધીનગર જવા રવાના

રાજકોટ,તા.૧૨: ઉત્તરાયણના પર્વ નિમિત્તે રાજયના મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી રાજકોટ શહેરમાં બપોરે ૩:૪૦ કલાકે રાજકોટ એરપોર્ટ ખાતે આગમન કરશે. ત્યાર બાદ ''વ્હીલ ઓન વિઝડમ''ની બસની ફલેગ ઓફ કાર્યક્રમમાં ભાગ લેશે. કાર્યક્રમની પૂર્ણાહુતી બાદ સાંજે ૪ વાગ્યાથી સર્કીટ હાઉસ,રાજકોટ ખાતે અનામત રહેશે તેમજ રાત્રી રોકાણ સર્કીટ હાઉસ ખાતે કરનાર છે. તા.૧૫ના મંગળવારે મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી સવારે ૮ કલાકે ગાંધીનગર જવા માટે રાજકોટ એરપોર્ટથી જવા રવાના થશે.

 

(11:50 am IST)
  • બેન્કરમાંથી નેતા બનેલી મીરા સાન્યાલનું નિધન :2014માં લોકસભા ચૂંટણી લડી હતી :આપ નેતા અને દિલ્હીના ઉપ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ એક ટ્વીટ કરીને તેણીના નિધનની પુષ્ટિ કરી અને કહ્યું કે દેશે એક તીક્ષ્ણ આર્થિક પ્રતિભા અને ઉદાર આત્મા ગુમાવ્યો છે access_time 1:10 am IST

  • સપા -બસપા ગઠબંધન મજબૂત :એનડીએએ પોતાને સુદઢ બનાવવું પડશે ;ચિરાગ પાસવાને કહ્યું કે ઉત્તર પ્રદેશમાં બંને પક્ષોએ લાંબા સમય સુધી શાસન કર્યું ત્યાં લોકોને બેરોજગારી અને અપરાધને પગલે અન્ય જગ્યાએ જવા મજબુર થવું પડ્યું access_time 12:47 am IST

  • દિલ્હી: નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે પ્રદૂષણ મામલે વાપી CETPને રૂ.૧૦ કરોડનો દંડ ફટકાર્યો : દંડની સાથે CETPએ બે કમિટી બનાવવાનો પણ આદેશ એનજીટીને કર્યો access_time 10:39 pm IST