Gujarati News

Gujarati News

News of Saturday, 12th January 2019

શેરડી, જીંજરા, બોર, ખજુર અને ચીકી : શિયાળુ વસાણુથી બજારોમાં ગરમાહટ

રાજકોટ : શિયાળાનું વસાણું ગણાતા શેરડી, જીંજરા, બોર, ચીકી, ખજુર, આમળાથી ભજારો ઉભરાઇ રહી છે. એમાય મકર સંક્રાંત પર્વના પૂર્વ દિવસોમાં આ વસ્તુઓની ધમધોકાર આવક થતી હોય બજારોમાં ગરમાહટ જોવા મળે છે. શિયાળામાં શરીર સૌષ્ઠવ અને આરોગ્ય રૂષ્ઠપુષ્ટ રાખવા આ ટોનીક ગ્રહણ કરવું હિતાવહ ભરેલુ હોય છે. આમ ગણીએ તો હવે શિયાળાની વિદાયના દિવસો લેખાય.  પરંતુ મકર સંક્રાંતિ પર્વના દિવસો એવા છે કે આખી સિઝનમાં આ વસ્તુઓનો ઉપાડ આ દિવસોમાં જ સૌથી વધુ થાય છે. તસ્વીરમાં મીઠી મધ શેરડીના ભારા, લીલા છમ્મ જીંજરાના ઢગલા, બોરના થાલા અને ચીકીના પેકેટસ નજરે પડે છે. (તસ્વીર : સંદીપ બગથરીયા) (૧૬.૧)

(11:48 am IST)