Gujarati News

Gujarati News

News of Friday, 11th January 2019

ત્રણેય ઝોનમાં તંત્ર તુટી પડયુઃ જાહેરમાં ગંદકી અને પ્રતિબંધીત પ્લાસ્ટીક માટે ૧ લાખનો દંડ વસુલ

સેન્ટ્રલ ઝોનમાં ૯૪ લોકો પાસેથી ૪૨ હજાર વસુલ્યાઃ ઇસ્ટ ઝોનમાં ૮૪ લોકોને ૨૭ હજારનો દંડ તથા વેસ્ટ ઝોનમાં ૧૧૮ વ્યકિતઓને ૪ હજારનો દંડ ફટકાર્યોઃ મ્યુ કમિશ્નર બંછાનિધી પાની તથા ડે.કમિશ્નર ગણાત્રા સહીત સૈકડો, અધિકારીઓ-કર્મચારીઓનો કાફલો રોડ પર ચેકીંગમાં ઉતર્યો

રાજકોટ, તા.૧૧: સ્વચ્છ ભારત મિશન અંતર્ગત રાજકોટ શહેરને પ્લાસ્ટિક મુકત કરવા તથા લોકોમાં સફાઈ અંગે જાગૃતિ આવે તે માટે હેતુથી  આજે મ્યુ. કોપોરેશની વેસ્ટ મેનેજમેન્ટ વિભાગની ટીમો દ્વારા ત્રણેયઝોન ના વિવિધ વિસ્તારમાં ૨.૬ વેપારી પાસેથી રૂ. ૧ લાખનો દંડ વસુલકર્યો હતો. કમિશનર બંછાનિધિ પાનીએ પણ અલગ-અલગ વિસ્તારોમાં સરપ્રાઈઝ વિઝીટ કરી થઇ રહેલી કામગીરીનું નિરીક્ષણ કર્યું હતી.

આ અંગે મ્યુ. કોર્પોરેશનની સતાવાર યાદીમાં જણાવ્યા મુજબ ત્રણેય ઝોનમાં થયેલ કામગીરીની વિગત નીચે મુજબ છે.

સેન્ટ્રલ ઝોન

મધ્ય ઝોનના જુદાજુદા વોર્ડના સેનેટરી ઇન્સ્પેકટર તથા સેનેટરી સબ ઇન્સ્પેકટરની ટીમ દ્વારા પ્રતિબંધિત પાન-માવા-ફકીનું પ્લાસ્ટિક ચેકિંગ તથા જાહેતમાં ન્યુસન્સ કરતા આસામીઓને દંડ કરવાની ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. કુલ – ૯૪ આસામીઓ પાસેથી ૧૪ કી.ગ્રા. જેટલું પ્રતિબંધિત પાન-માવા-ફાકીનું પ્લાસ્ટિક તથા રૂ/- ૪૨,૦૪૦/- વહીવટી ચાર્જ વસુલ કરવામાં આવેલ છે.     

આ કામગીરી રાજકોટ મહાનગરપાલિકાના સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના પર્યાવરણ ઇજનેરશ્રી નીલેશભાઈ પરમાર, નાયબ પર્યાવરણ ઇજનેરશ્રી વલ્લભભાઈ જીંજાળા, મદદનીશ પર્યાવરણ ઇજનેરશ્રી ખેવનાબેન વકાણી, સેનેટરી સુપ્રિટેન્ડશ્રી એચ.એચ.પરમારના માર્ગદર્શન હેઠળ મધ્ય ઝોનના જુદાજુદા વોર્ડના સેનેટરી ઇન્સ્પેકટર તથા સેનેટરી સબ ઇન્સ્પેકટર દ્વારા પ્રતિબંધિત પ્લાસ્ટિક ચેકિંગ, પ્રતિબંધિત પ્લાસ્ટીકના પાઉચ તથા જાહેરમાં ન્યુસન્સ કરતા આસામીઓને દંડ કરવાની ઝુંબેશ હાથ ધરવામાં આવેલ હતી.

સામાકાઠે ૨૭ હજારનો દંડ

રાજકોટ મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશ્નરશ્રી ધ્વારા સ્વચ્છ સર્વેક્ષણ ૨૦૧૯ને અનુલક્ષીને વાણિજય વિસ્તારો તથા માર્ગોમાં સફાઈની ગુણવત્ત્।ા જળવાઈ રહે તે હેતુસર તથા વાણિજય વિસ્તારના દુકાનદારો  પ્લાસ્ટીકનો ઉપયોગ ન કરે તથા વાણિજય વિસ્તારની તેમની દુકાનોની આસપાસ સ્વચ્છતા જળવાય રહે તે માટે પુર્વ ઝોનના કોમર્શીયલ વિસ્તારોમાં આજરોજ પુર્વ ઝોનની તમામ ટીમ દ્વારા કુવાડવા, સંતકબિર, ન્યુ આશ્રમ, ભાવનગર રોડ, કોઠરિયા રોડ, વાણિજય વિસ્તારોમાં ઝુંબેશરૂપે ગંદકી ફેલાવતા તથા પ્રતિબંધિત પ્લાસ્ટીકનો ઉપયોગ કરતા ૪ વેપારીઓ પાસેથી રૂ. ૨૭ હજારનો વહીવટી ચાર્જ વસુલવામાં આવેલ છે.

આ કામગીરી દરમ્યાન નવ (૯) કી.ગ્રા. પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરવામાં આવેલ છે.

ઉકત કામગીરી કમિશ્નરની સુચના મુજબ પુર્વ ઝોનના નાયબ કમિશ્નર સી. બી. ગણાત્રાના માર્ગદર્શન હેઠળ પુર્વ ઝોનના આસિ. કમિશ્નર વિ. એસ. પ્રજાપતિ,  વોર્ડ એન્જીનીયરઓ, વોર્ડ ઓફિસરઓ પુર્વ ઝોનના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના નાયબ પર્યાવરણ ઈજનેરશ્રી પ્રજેશ સોલંકી, મદદનીશ પર્યાવરણ ઈજનેર જીજ્ઞેશ વાદ્યેલા,  તથા વોર્ડના એસ. આઈ.  ડી. કે. સીંધવ,   પ્રફુલ ત્રીવેદી,  એન. એમ, જાદવ તથા વોર્ડના એસ. એસ. આઈ.  પ્રભાત બાલાસરા,  અશ્વિન વાઘેલા,  પ્રશાંત વ્યાસ, પ્રતિક રાણાવસિયા,  એ. એફ. પઠાણ,  બી. જે, સોલંકી,  આર.જે.પરમાર તથા  જય ચૌહાણ દ્વારા કરવામાં આવેલ હતી.   

ન્યુ રાજકોટમાં  દુકાન ધારકો પાસે સફાઇૅ કરાવી

''સ્વચ્છ ભારત મિશન'' અંતર્ગત રાજકોટ મહાનગરપાલિકા ઘ્વારા શહેર માં સ્વચ્છતા જળવાઇ રહે તે હેતુ થી માન. કમિશ્ર્નરશ્રી દ્વારા જાહેરમાં કચરો ફેંકવા પર સંપુર્ણ પ્રતિબધ ફરમાવેલ છે.

જાહેરમાં કચરો ફેંકવા પર પ્રતિબંદ્ય હોવા છતા વેસ્ટ ઝોન વિવિધ વિસ્તારોમા કચરો ફેંકવામાં આવતા ૧૧૮ દુકાન ઘારકોને રૂ.૪૦ હજારનો દંડ ફટકાર્યો હતો. તેમજ ૬૮ કિલો પ્રતિબંધીન પ્લાસ્ટીક જપ્ત કર્યુ હતું. ઉ૫રોકત કામગીરી રાજકોટ મહાનગરપાલીકા કમિશ્નર સાહેબશ્રી બંછા નિદ્યી પાનીના આદેશ અન્વયે વેસ્ટ ઝોન નાયબ કમિશ્નર જાડેજા સાહેબના માર્ગદર્શન હેઠળ વેસ્ટ ઝોનના આસી. કમિશ્નર સમીર દ્યડુક, હારૂન દોઢીયા(સીટી ઇજનેર) નાયબ ૫ર્યાવરણ ઇજનેર દિગ્વિજયસિંહ તુવરની હાજરીમાં વોડ વાઇઝ સેનેટરી ઇન્સ્પેકટર તથા વોર્ડ ઓફીસરની ટીમો મારફત મદદનીશ ઇજનેર રાકેશ શાહ તથા ભાવેશ ખાંભલાની હાજરીમાં વેસ્ટ ઝોનના વોર્ડ ઓફીસર નીલમબેન, ઘવલભાઇ, સુનીશાબેન, રાજેસભાઇ, કાનાણીભાઇ, કિંઝલબેન, તથા એસ.આઇ પીયુષ ચૈાહાણ, કેતન લખતરીયા, મૈાલેષ વ્યાસ, સંજય દવે, મનોજ વાઘેલા, ઘામેચાભાઇ તથા એેસ.એસ.આઇ મયુર ૫રનાલીયા, સંજય ચાવડા, ભાવેશ ઉપાઘ્યાય, વિશાલભાઇ, ગૈાતમભાઇ મયુરભાઇ, ઉદયસિંહ, નીલેશભાઇ, વિમલભાઇ, નીતીનભાઇ ભાવનાબેન ગોસાઇ વગેરે દ્વારા કરવામાં આવેલ છે.

(4:16 pm IST)
  • સુપ્રીમ કોર્ટને મળશે 2 નવા જજ : કર્ણાટકના ચીફ જસ્ટિસ શ્રી દિનેશ મહેશ્વરી અને દિલ્હી હાઇકોર્ટના જજ શ્રી સંજીવ ખન્ના બનશે સુપ્રિમકોર્ટના જજ અને ભારતના ચીફ જસ્ટિસ શ્રી ધનંજય ચંદ્રચુડની નિવૃતી બાદ જસ્ટીસ સંજીવ ખન્ના બનશે સુપ્રીમ કોર્ટના નવા ચીફ જસ્ટીસ તેમ આધારભૂત સૂત્રો દ્વારા જાણવા મળે છે. access_time 1:48 am IST

  • અમદાવાદ : કોંગ્રેસ દ્વારા વી.એસ. બચાવો અભિયાન :વી.એસ. હોસ્પિટલના ખાનગીકરણનો કોંગ્રેસ દ્વારા વિરોધ :પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાની આગેવાનીમાં કોચરબ આશ્રમથી વી.એસ. સુધી પદયાત્રા યોજશે access_time 10:47 pm IST

  • સપા -બસપા ગઠબંધન મજબૂત :એનડીએએ પોતાને સુદઢ બનાવવું પડશે ;ચિરાગ પાસવાને કહ્યું કે ઉત્તર પ્રદેશમાં બંને પક્ષોએ લાંબા સમય સુધી શાસન કર્યું ત્યાં લોકોને બેરોજગારી અને અપરાધને પગલે અન્ય જગ્યાએ જવા મજબુર થવું પડ્યું access_time 12:48 am IST