Gujarati News

Gujarati News

News of Friday, 11th January 2019

ચેમ્બર ઓફ કોમર્સ ચૂંટણી જંગ

''વાયબ્રન્ટ'' પેનલમાં અનુભવી-પ્રતિષ્ઠીત ઉમેદવારોઃ વિજય નિશ્ચિત

ચેમ્બરની ચૂંટણી લડતી ''વાયબ્રન્ટ'' પેનલનાં ઉમેદવારો ''અકિલા''ની મુલાકાતેઃ તમામ વેપારી-ઇન્ડસ્ટ્રીયલ એસો.ના સંપૂર્ણ ટેકો : : નિકાસકારોના રિફન્ડનાં પ્રશ્નો, કન્વેન્શન સેન્ટર, ખીરસરા, જીઆઇડીસી સહિત વેપાર ઉદ્યોગના પ્રશ્નોની અસરકારક રજુઆત જ નહિ પરિણામ લાવશું: વી.પી. વૈષ્ણવ

વાઇબ્રન્ટ પેનલનાં સુત્રધાર વી.પી. વૈષ્ણવ ઉપરાંત શીવલાલભાઇ બારસીયા, પાર્થ ગણાત્રા, દીપકભાઇ પોબારૃ, નિલેશભાઇ (ભીમભાઇ) ભાલાણી વગેરે તસ્વીરમાં દેખાય છે. (તસ્વીર : સંદિપ બગથરીયા)

રાજકોટ તા.૧૧: રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સની ૧૬મીએ યોજાનારી કારોબારીની ચૂંટણી લડતી ''વાઇબ્રન્ટ'' પેનલના સૂત્રધાર વી.પી.વૈષ્ણવ તથા શિવલાલભાઇ બારસીયા, પાર્થ ગણાત્રા, દિપકભાઇ પોબારૃ વગેરે આજે સવારે''અકિલા'' કાર્યાલયની મુલાકાતે આવ્યા હતાં. જે દરમ્યાન તેઓએ કહયું હતું કે અમારી ૨૪ ઉમેદવારોની પેનલમાં અનુભવી, પ્રતિષ્ઠીત ઉમેદવારો છે એટલું જ નહિ દરેક વેપારી સંગઠન, દરેક ઉદ્યોગ સંઠગનમાંથી ઉમેદવારો લેવામાં આવ્યા છે. વળી દરેક સમાજને પ્રતિનિધિત્વ આપ્યું છે. તેથી અમને વિશ્વાસ છે કે અમારો વિજય નિશ્ચિત છે. તેઓએ કહયું હતું કે જો અમે ચૂંટાશું તો નિકાસકારોના રિફન્ડના પ્રશ્નો, કન્વેન્શન સેન્ટર, ખીરસરા જીઆઇડીસી સહિતના વેપાર-ઉદ્યોગના પ્રશ્નોને વાચા આપશું. અમારી ટીમ અનુભવી હોવાથી કેન્દ્ર-રાજ્ય સરકારમાં ઉચ્ચ કક્ષાએ રજુઆત કરી પરિણામલક્ષી કામગીરી કરવામાં આવશે.

તેઓએ જણાવ્યંુ હતંુ કે, સમગ્ર ગુજરાતમાં ખ્યાતનામ અને નામના ધરાવતી વેપારી મહાજન સંસ્થા રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝની ર૪ કારોબારી સભ્યોની ચૂંટણી ૧૬ જાન્યુઆરીના રોજ સવારે ૯ થી ૬ સૌરાષ્ટ્ર હાઇસ્કુલ રાજકોટ ખાતે યોજાનાર છે. જેમાં ચેમ્બરના પૂર્વ માનદ મંત્રી વી. પી. વૈષ્ણવની આગેવાની હેઠળની 'વાયબ્રન્ટ પેનલ' ચૂંટણીના મેદાનમાં ઉતરેલ છે. જેમાં શાપર વેરાવળ ઇન્ડસ્ટ્રીયલ એસોસીએશન, મેટોડા જીઆઇડીસી ઇન્ઙ એસોસીએશન, હડમતાળા ઇન્ઙ એસોસીએશન, આજી ઇન્ડસ્ટ્રીયલ એસોસીએશન, રાજકોટ ડેરી વેપારી એસોસીએશન, જેતપુર ઇન્ડસ્ટ્રીયલ અને વેપારી એસોસીએશન, રાજકોટ ઇલેકટ્રીકલ વેપારી, કોન્ટ્રાકટર એસોસીેઅશન, ઇમીટેશન જવેલરી વેપારી એસોસીએશન, માર્કેટીંગ યાર્ડ વેપારી એસો. દાણાપીઠ, પરાબજાર, સોની બજાર, ગુંદાવાડી, કેનાલ રોડ, વેપારી એસો., મવડી, ૧પ૦ ફુટ રીંગ રોડ વેપારી, એસો. સહિતના તમામ વેપારી મહામંડળોમંથી તમામને પ્રતિનિધિત્વ 'વાયબ્રન્ટ પેનલ' માં આપવામાં આવેલુ હોવાથી અને તમામ સમાજના સભ્યોનો સમાવેશ  પેનલમાં કરેલ હોવાથી વાયબ્રન્ટ પેનલને તમામ મંડળો, એસો. નો સંપૂર્ણ ટેકો, સપોર્ટ મળેલ છે. અને વાયબ્રન્ટ પેનલ પ્રચંડ બહુમતી સાથે એક તરફી વિજય કુંચ કરી રહ્યાનું સ્પષ્ટ થાય છે.

તમામ સમાજના સભ્યોને સમાવેશ કરેલ હોવાથી સમરસતાના ભાવ સાથે ચૂંટણી લઇ રહેલ છે. ભુતકાળમાં 'વાયબ્રન્ટ પેનલ'ના સભ્યો શીવલાલભાઇ બારસીયાના પ્રમુખપદ હેઠળ ચેમ્બરના માધ્યમથી વેપાર ઉદ્યોગના પ્રાણ પ્રશ્નો ઉકેલવામાં ખૂબ જ સફળતા મેળવી છે. જેમાં નોંધનીય કામો જેવા કે (૧) રાજકોટમાં ઇન્ટરનેશનલ એરપોર્ટ લાવવુ (ર) રાજકોટને મુંબઇ સાથે જોડતી દુરન્તો ટ્રેન રાજકોટ સુધી લંબાવવી (૩) રાજકોટ - અમદાવાદ રેલ્વે લાઇનને ડબલ ટ્રેકમાં રૃપાંતર કરવું. (૪) રાજકોટ ખાતે કન્વેન્સન સેન્ટરને મંજૂરી અપાવવી. (પ) પોપર્ટી ટેક્ષ, વેરાને લગતા પ્રશ્નોનો ઉકેલ લાવવો (૬) ઇન્ડસ્ટ્રીયલ વેરાના પ્રશ્નને ન્યાય અપાવવો (૭) રૃડાને લગતા પ્રશ્નો રોડ, ગટર, વીજ લાઇનોના પ્રશ્નો ઉકેલવા (૮) ખીરસરા જીઆઇડીસી લાવવી (૯) સમગ્ર દેશમાં કામ કરી રહેલી ચેમ્બરોમાં ઓલ ઇન્ડીયામાં જીએસટીને લગતી વધારે માં વધારે કામગીરી કરવી (૧૦) આઇસીડી કન્ટેનર ડેપો રાજકોટ ખાતે બનાવવા માટેની મંજૂરી અપાવવી. (૧૧) રાજકોટ-દિલ્હી ફલાઇટ (વિમાની સેવા) શરૃ કરવવી જેવા અનેક વેપાર - ઉદ્યોગને લગત પ્રશ્નોના ઉકેલ માટે ટીમે ભગીરથ પ્રયાસો કરેલ છે. અને ભવિષ્યમાં પણ અવિરત પણે વેપારીઓ ઉદ્યોગકારોને વધુમાં વધુ મદદરૃપ થવા અને પ્રશ્નો ઉકેલવા ખાત્રી આપેલ છે.

ભવિષ્યના હાથ ધરનારા અગત્યના પ્રશ્નોમાં નજર કરીએ તો વાયબ્રન્ટે પેનલ દ્વારા અત્યારથી જ આયોજન કરેલ છે એવા (૧) સર્ટીફીકેટ ઓફ ઓરીજી ઓનલાઇનનું ઇમ્પલીમેશન કરાવવું. (ર) કન્વેન્શન સેન્ટરની કામગીરી સમયસર પુરી કરાવીશું (૩) વેટના પડતર પ્રશ્નો, જીએસટી રીફંડના પ્રશ્નોનો નિકાલ લાવીશું. (૪) જીએસટી રીફંડ માટે ઓનલાઇન અરજી સીસ્ટમનો અમલ કરાવીશું (પ) સૌરાષ્ટ્રની મુખ્ય માંગણી એવી કલ્પસર યોજના લાવવા પુરતા પ્રયત્ન કરીશું (૬) રાજકોટ ખાતે હાઇકોર્ટની બેંચ મળે એ માટે પુરતા પ્રયત્નો કરીશું (૭) ધંધા રોજગારને અવરોધતા ટી.પી. સ્કીમ મંજુર કરાવી એનું ઇમ્પલીમેશન કરાવીશું. (૮) નવી બની રહેલી ખીરસરા જીઆઇડીસીમાં પ્લોટ ધારકોને વ્યાજબી ભાવે જગ્યા મળી રહે અને પુરતા પ્રમાણમાં મળી રહે એ માટે જગ્યા વધારવા માંગણી સાથે પુરતા પ્રયત્ન કરીશું. ઉપરાંત રોજબરોજ વેપાર ધંધાને લગતા પ્રશ્નોમાં સરકારીના અધિકારીઓ સાથે બેઠકો કરી ત્વરીત નિકાલ લાવીશું એવી વાયબ્રન્ટ પેનલ તરફથી ખાતરી સાથે વધુમાં મતદાન કરવા અપીલ કરવામાં આવેલ છે. તમામ ૨૪ સભ્યોના વિજય સાથે 'વાયબ્રન્ટ પેનલ'નો પ્રચંડ બહુમતી સાથે વિજય થશે એવો પેનલના કર્ણધાર વી.પી. વૈષ્ણવ અને પૂર્વ પ્રમુખ શીવલાલભાઈ બારસીયા દ્વારા આશાવાદ વ્યકત કરેલ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ચેમ્બરના પૂર્વ ઉપપ્રમુખ પાર્થભાઈ ગણાત્રાની જીએસટી રીફંડો મેળવવાની અને જીએસટીને લગતા વેપારી આલમના કોઈપણ પ્રશ્નોનો ત્વરીત નિકાલ કરવાની કામગીરી કાબીલેદાદ રહેલ અને પાર્થભાઈએ આ કામગીરી સબબ એવોર્ડ પણ મળેલ છે. આમ વાઈબ્રન્ટ પેનલ ભૂતકાળમાં કરેલ કામગીરી અને વેપાર ઉદ્યોગના પ્રશ્નોને અપાવેલ ન્યાયના આધાર પર મત માંગે છે.

(3:54 pm IST)