Gujarati News

Gujarati News

News of Friday, 11th January 2019

ગૌસેવા સાથે લોકઆરોગ્ય સેવા : શ્રીજી ગૌશાળા દ્વારા ચાલતો બેવડો સેવાયજ્ઞ

મકર સંક્રાંતિના પૂણ્ય પર્વે જીવદયાપ્રેમીઓએ દાનની સરવાણી વહાવવા અપીલ

રાજકોટ તા. ૧૧ : શહેરની ઉત્તર પશ્ચિમ ભાગોળે જામનગર હાઇવે ઉપર ગૌતીર્થ સમાન આવેલ શ્રીજી ગૌશાળા દ્વારા ગૌસેવાની સાથો સાથ ગૌમુત્ર આધારીત ચિકિત્સા કેન્દ્ર ચલાવી લોક આરોગ્યની સેવા પણ કરવામાં આવી રહી છે.

આ અંગે વિગતો વર્ણવતા સંસ્થાના આગેવાનોએ જણાવેલ કે હાલ ગૌશાળામાં ૧૯૦૦ ગૌમાતાઓ આશરો લઇ રહી છ. તરછોડાઇને આવતી અંધ, અપંગ, બિમાર, લુલી, લંગડી ગૌમાતાઓને આશરો અપાઇ રહ્યો છે. મોંઘવારીના કપરા સમયમાં તેમના માટે ઘાસ ચારો રહેઠાણની સગવડ અહીં ઉભી કરવામાં આવી છે.

એટલુ જ નહીં આ ગૌશાળા આધારીત ગૌમુત્ર ચિકિત્સા કેન્દ્ર પણ શરૂ કરાયુ છે. જેમાં ૪૦ થી વધુ પ્રકારના ગૌમુત્ર અર્ક અને ઔષધિઓનું નિર્માણ કરી ડાયાબીટીસ, બીપી, હાર્ટ ડીસીઝ, કીડની ફેલ્યોર, કેન્સર જેવા રોગોની સારવાર કરવામાં આવી રહી છે.

અનેકવિધ ગૌસેવા, જીવદયા અને માનવ સેવાનું કાર્ય કરી રહેલ આ સંસ્થાને મકર સંક્રાંત પર્વે દાન આપી પૂણ્ય કમાવવા આગેવાનો દ્વારા અનુરોધ કરાયો છે. આ માટે પ્રભુદાસભાઇ તન્ના (મો.૯૮૨૫૪ ૧૮૯૦૦), રમેશભાઇ ઠકકર (મો.૯૯૦૯૯ ૭૧૧૧૬), જયંતિભાઇ નગદીયા (મો.૯૪૨૭૪ ૨૯૦૦૧), ચંદુભાઇ બાલાસરા (મો.૯૮૯૮૨ ૪૧૧૯૦), વિનુભાઇ ડેલાવાળા (મો.૯૪૨૮૨ ૦૦૧૮૧), ભુપેન્દ્રભાઇ છાટબાર (મો.૯૩૭૬૭ ૩૩૦૩૩) નો સંપર્ક કરવા જણાવાયુ છે.

તસ્વીરમાં 'અકિલા' ખાતે ગૌશાળાની સેવાકીય પ્રવૃત્તિઓનો ચિતાર વર્ણવતા રમેશભાઇ ઠકકર, ભુપેન્દ્રભાઇ છાટબાર, દિનેશભાઇ ધામેચા નજરે પડે છે. (તસ્વીર : સંદીપ બગથરીયા)

(3:49 pm IST)
  • બનાસકાંઠા : ભૂસ્તર વિભાગનો સપાટો :પાલનપુર, અંબાજીમાં રોયલ્ટી ચોરી કરતા વાહનો ઝડપાયા: તમામ વાહનમાલિકો સામે દંડની કાર્યવાહી કરાઈ access_time 10:45 pm IST

  • હરિયાણાના સોનીપતમાં ૨.૬ની તિવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા:લોકોમાં ફફડાટ access_time 10:39 pm IST

  • કાશ્મીરમાં સેનાની મોટી સફળતા : બે આતંકીઓ ઠાર ;દક્ષિણ કાશ્મીરના કુલગામ જિલ્લાના કાટપુરા વિસ્તારમાં આતંકીઓ છૂપાયાંની માહિતી બાદ સુરક્ષાદળોએ સમગ્ર વિસ્તારની ઘેરાબંધી કરી :તલાસી અભિયાન ચલાવ્યું :માર્યા ગયેલા બે આતંકી પૈકી એક જીનત ઉલ ઇસ્લામ ઉપર 15 લાખનું ઇનામ હતું : અને કુખ્યાત આતંકી બુરહાન વાણીનો સાથીદાર હતો access_time 12:49 am IST