Gujarati News

Gujarati News

News of Friday, 11th January 2019

તંત્રની જાહેર આરોગ્યનાં ચેડા સમાન બેદરકારી...

જાગનાથમાં પીવાનાં પાણી સાથે ગટરનું પાણી ભળી ગયુઃ ફરિયાદ નિકાલમાં ઠાગાઠૈયા

શેરી નં. ૧૦ માં ગંદા પાણીની સમસ્યાથી રહેવાસીઓ ત્રાહીમામ

રાજકોટ તા. ૧૧ :.. શહેરમાં પીવાનાં પાણી સાથે ગટરનું ગંદુ પાણી ભળી જવાની ફરીયાદો અવાર-નવાર ઉઠવા પામે છે. ત્યારે તેનાં નિકાલમાં તંત્રની અસહ્ય ઢિલાશ સામે લોકરોષ ઉઠવા પામે છે. આજ પ્રકારે જાગનાથમાં પણ છેલ્લા ૧ મહીનાથી ગંદા પાણીની સમસ્યા નહી ઉકેલાતાં તંત્રની આ જાહેર આરોગ્ય સાથે ચેડા સમાન બેદરકારી સામે લોક રોષ જોવ મળી રહ્યો છે.

આ અંગે જાગનાથ પ્લોટ શેરી નં. ૧૦ નંા લત્તાવાસીઓમાં ઉઠવા પામેલી ફરીયાદ મુજબ આ શેરીમાં  છેલ્લા ૧ મહિનાથી પીવાના પાણી સાથે ગટરનું ગંદુ પાણી ભળી જતાં પ્રદુષીત પાણી વિતરણ થઇ રહયુ છે. આ અંગે મ્યુ. કમિશ્નરશ્રીને રૂબરૂ ફરીયાદ કરવા છતાં આ સમસ્યા યથાવત છે.

આમ લોકોનાં આરોગ્ય સાથે ચેડા સમાન આ બેદરકારી સામે લત્તાવાસીઓમાં જબરો રોષ ફેલાયો છે. અને આ વિસ્તારમાં વહેલી તકે શુધ્ધ પાણી વિતરણ કરાવવા ઉગ્ર માંગ ઉઠાવી છે.

(3:46 pm IST)