Gujarati News

Gujarati News

News of Friday, 11th January 2019

શહેર પોલીસ રમતોત્સવના ત્રણ ફાઇનલ મેચ રમાયાઃ પોલીસ કમિશ્નર-જોઇન્ટ પોલીસ કમિશ્નરના હસ્તે ઇનામ-ટ્રોફી વિતરણ

રાજકોટઃ શહેર પોલીસ દ્વારા તા. ૪-૫અ૬-૯-૧૦ના રોજ પાંચ દિવસ માટે વાર્ષિક રમતોત્સવ યોજાયો હતો. જેમાં પોલીસ અધિકારીઓ, કર્મચારીઓ તેમજ પોલીસ પરિવારના બાળકોએ ભાગ લીધો હતો. આ સ્પર્ધાઓમાં પુરૂષ, મહિલા, ૫૦ વર્ષની ઉપરની ઉમરના કર્મચારીઓ તથા પોલીસ પરિવારના બાળકો એમ કુલ ચાર વિભાગો હતાં. આઠ વ્યકિતગત રમતો અને ત્રણ ટીમ ઇવેન્ટ યોજાઇ હતી. ૩૦૦ પુરૂષો અને ૧૦૦ મહિલા તથા પોલીસ પરિવારના ૬૦ બાળકોએ ભાગ લીધો હતો. પચાસ વર્ષની ઉપરની ઉમરના સ્પર્ધકોમાં બેસ્ટ એથ્લેટ તરીકે હેડકવાર્ટરના ભૂપતભાઇ હિરજીભાઇ સોઢા વિજેતા થયા હતાં. જ્યારે બેસ્ટ મહિલા એથ્લેટ તરીકે ટ્રાફિક બ્રાન્ચના નેહલબેન મકવાણા તથા બેસ્ટ પુરૂષ એથ્લેટમાં ટ્રાફિકના કોન્સ. રાહુલ જળુ વિજેતા થયા હતાં. સો મીટર દોડ, બસ્સો મીટર દોડ, શોટ પૂટ, ્જવેલીન થ્રો, ડીસ્ક થ્રો, લોન્ગ જમ્પ, ૧૦૦*૪ રીલે-૧, રસ્સા ખેંચ, કબડ્ડી, વોલીબોલ સહિતની રમતો રમાડવામાં આવી હતી. છેલ્લે પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ અને જોઇન્ટ પોલીસ કમિશ્નર સિધ્ધાર્થ ખત્રીના હસ્તે વિજેતાઓને ઇનામ વિતરણ તથા ટ્રોફી એનાયત કરવામાં આવી હતી. રસ્સા ખેંચમાં ક્રાઇમ બ્રાંચની ટીમ વિજેતા થઇ હતી.

(3:44 pm IST)