Gujarati News

Gujarati News

News of Friday, 11th January 2019

વોર્ડ નં. ૭ ભાજપ મહિલા મોરચો ગાંધી મ્યુઝિયમની મુલાકાતે

 ભાજપ દ્વારા મહિલા સશકિતકરણ માટે વિવિધ કાર્યક્રમોના આયોજનો થઇ રહ્યા છે. તેના ભાગરૂપે મહાત્મા ગાંધીજીની ૧૫૦ મી જન્મ જયંતિ ઉજવણી અંતર્ગત શહેર ભાજપ વોર્ડ નં. ૭ ભાજપ મહીલા મોરચાની ટીમ દ્વારા શહેરના ઐતિહાસીક મહાત્મા ગાંધી મ્યુઝીયમની મુલાકાત ગોઠવવામાં આવી હતી. શહેર ભાજપ મહામંત્રી દેવાંગ માંકડની ઉપસ્થિતીમાં અને શહેર ભાજપ મહીલા મોરચાના પ્રભારી અંજલીબેન રૂપાણીના માર્ગદર્શન હેઠળ મેયર બીનાબેન આચાર્ય, શહેર ભાજપ મહીલા મોરચાના પ્રમુખ નયનાબેન પેઢડીયા, મહામંત્રી કિરણબેન માકડીયા, વોર્ડ કોર્પોરેટર મીનાબેન પારેખ, હીરલબેન મહેતા, વોર્ડ મહામંત્રી કિરીટ ગોહેલ વગેરે સાથે જોડાયા હતા. કાર્યક્રમની સફળતા માટે વોર્ડ મહીલા મોરચાના પ્રમુખ ઉન્નતીબેન ચાવડા, સોનલબેન દવે, પીનાબેન કોટકે જહેમત ઉઠાવી હતી.

(3:44 pm IST)
  • જે ગાયના નામે મત માંગે છે તેમણે ગાયોને ઘાસચારો પણ આપવો જોઈએ : કેજરીવાલ : દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે બાવાના પ્રવાસ દરમિયાન કહ્યું કે ભાજપના નેતૃત્વવાળી એમસીડીએ બે વર્ષથી આ વિસ્તારમાં એકપણ ગૌશાળાને ફંડ જારી કર્યું નથી ;વિકાસમંત્રી ગોપાલરાય સાથે મુખ્યમંત્રીએ ઉત્તર-પશ્ચિમ જિલ્લામાં બવાનામાં દિલ્હી સરકાર અને નાગર નિગમની ગ્રાન્ટેડ સૌથી મોટી શ્રી કૃષ્ણ ગૌશાળાની મુલાકાત લીધી હતી access_time 1:14 am IST

  • વિદેશમંત્રી સુશ્રી સુષ્મા સ્વરાજ ઉઝબેકિસ્તાન જવા રવાના : સૌપ્રથમવાર યોજાયેલી બે દિવસીય ઇન્ડિયા - સેન્ટ્રલ એશિયા મિટિંગમાં ભાગ લેશે : સેન્ટ્રલ એશિયાના જુદા જુદા દેશોના વિદેશમંત્રીઓ જોડાશે access_time 8:07 pm IST

  • માત્ર 15 દિવસમાં ઉખેડી નાખશું મધ્યપ્રદેશ સરકાર ;ઉપરથી સિગ્નલ મળવાની રાહ છે : કૈલાશ વિજયવર્ગીય :કૈલાશ વિજયવર્ગીયે કાર્યકરોને કહ્યું કે આ ( મધ્યપ્રદેશ )સરકાર પાંચ વર્ષ ચાલનારી નથી ,જે દિવસે ઉપરથી સિગ્નલ મળી ગયું,15 દિવસની અંદર ઉખેડી નાખશું,તમે ચિંતા ના કરો ':ભાજપના નેતાનો આ વિડિઓ વાયરલ થતા ખળભળાટ મચી ગયો છે access_time 1:21 am IST