Gujarati News

Gujarati News

News of Friday, 11th January 2019

રન ફોર સેવા

 રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પ્રેરીત સેવા ભારતી ગુજરાત દ્વારા 'સમરસતા સેવા સંગમ' નું કાલથી બે દિવસીય ડી.એચ. કોલેજ મેદાનમાં આયોજન થયુ છે. જેનું જનતાને આહવાન કરવા વિવિધ શાળાઓના વિદ્યાર્થી ભાઇ બહેનોએ 'રન ફોર સેવા' રેલી યોજી હતી. આ રેલી ત્રણ દિવસ સુધી અલગ અલગ વિસ્તારોમાં ફરશે. ઉપરાંત સ્વચ્છ શહેરનો સંદેશો પ્રસરાવવા શાળાના વિદ્યાર્થીઓ માટે રંગપૂર્ણી હરીફાઇઓ પણ ગોઠવવામાં આવી હોવાનું નરેન્દ્રભાઇ દવે (મો.૯૪૨૭૨ ૦૬૯૯૭) ની યાદીમાં જણાવાયુ છે. રન ફોર સેવા રેલીને પ્રસ્થાન કરાવાયુ હતુ તે સમયની તસ્વીર નજરે પડે છે.

(3:43 pm IST)