Gujarati News

Gujarati News

News of Friday, 11th January 2019

મઝદૂર સંઘ-આંગણવાડી કર્મચારી સંઘના હોદ્દેદારોની વરણી

 રાજકોટઃ ભારતીય મઝદૂર સંઘ, રાજકોટ જિલ્લા તથા આંગણવાડી કર્મચારી સંઘનું સંમેલન રાજકોટ ખાતે યોજાયેલ, વાર્ષિક હિસાબો તથા જનરલ સેક્રેટરી રિપોર્ટ રજુ થયા બાદ કર્મચારીઓના પ્રશ્નો અંગે ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. હોદ્દેદારોની વરણી કરાતા ભારતીય મઝદૂર સંઘ, રાજકોટ જિલ્લાના પ્રમુખ તરીકે મહેશભાઇ વેકરીયા તેમજ જિલ્લા મંત્રી તરીકે મહેન્દ્રભાઇ ત્રિવેદીની વરણી કરવામાં આવેલ હતી. એ જ રીતે રાજકોટ જિલ્લા આંગણવાડી કર્મચારી સંઘના અધ્યક્ષ તરીકે પ્રીતીબેન કણઝારીયા, કાર્યકારી અધ્યક્ષ તરીકે નયનાબેન ત્રિવેદી, જિલ્લા મંત્રી તરીકે ભાવિકાબેન ચાંઉ તથા બંને યુનિયનમાં ખજાનચી તરીકે હરિભાઇ પરમારની વરણી કરવામાં આવેલ. આ ઉપરાંત ભારતીય મઝદૂર સંઘ જિલ્લા તથા આંગણવાડીમાં મહિલા મંત્રી તરીકે અરૂણાબેન દાવડાની વરણી કરવામાં આવેલ. સંમેલનમાં મહેશભાઇ વેકરીયા, મહેન્દ્રભાઇ ત્રિવેદી, ભાવિકાબેન ચાંઉ તથા ભારતીય મઝદૂર સંઘના પુર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ હસુભાઇ દવેએ માર્ગદર્શન આપેલ હતું. પ્રદેશ મંત્રી સહદેવસિંહ જાડેજા તથા આંગણવાડી વિભાગ મંત્રી સરસ્વતિબેન જેઠવાએ તેમના પ્રવચનમાં સંગઠન વધારવા પર ભાર મુકેલ હતો. બીએસએનએલના ઠક્કરભાઇએ સભ્ય સંખ્યા ઉપર છણાવટ કરેલ. આ સંમેલનમાં એસ.ટી., પાણી પુરવઠા, આંગણવાડી, વિદ્યુત, આશાવર્કર, મહાનગરપાલિકાના વોટર વર્કસમાં કામ કરતા વાલ્વમેન, મેલેરીયા કર્મચારીઓ, કટારીયા એન્ટરપ્રાઇઝ તથા ગોપાલના ડ્રાઇવરો ઉપસ્થિત રહેલ હતા. સંમેલનનું સંચાલન જિલ્લા મંત્રી મહેન્દ્રભાઇ ત્રિવેદીએ તથા આભાર દર્શન મહિલા મંત્રી અરૂણાબેન દાવડાએ કરેલ હતું. વ્યવસ્થા હરિભાઇ પરમારે કરેલ હતી.

(3:42 pm IST)
  • માત્ર 15 દિવસમાં ઉખેડી નાખશું મધ્યપ્રદેશ સરકાર ;ઉપરથી સિગ્નલ મળવાની રાહ છે : કૈલાશ વિજયવર્ગીય :કૈલાશ વિજયવર્ગીયે કાર્યકરોને કહ્યું કે આ ( મધ્યપ્રદેશ )સરકાર પાંચ વર્ષ ચાલનારી નથી ,જે દિવસે ઉપરથી સિગ્નલ મળી ગયું,15 દિવસની અંદર ઉખેડી નાખશું,તમે ચિંતા ના કરો ':ભાજપના નેતાનો આ વિડિઓ વાયરલ થતા ખળભળાટ મચી ગયો છે access_time 1:21 am IST

  • જે ગાયના નામે મત માંગે છે તેમણે ગાયોને ઘાસચારો પણ આપવો જોઈએ : કેજરીવાલ : દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે બાવાના પ્રવાસ દરમિયાન કહ્યું કે ભાજપના નેતૃત્વવાળી એમસીડીએ બે વર્ષથી આ વિસ્તારમાં એકપણ ગૌશાળાને ફંડ જારી કર્યું નથી ;વિકાસમંત્રી ગોપાલરાય સાથે મુખ્યમંત્રીએ ઉત્તર-પશ્ચિમ જિલ્લામાં બવાનામાં દિલ્હી સરકાર અને નાગર નિગમની ગ્રાન્ટેડ સૌથી મોટી શ્રી કૃષ્ણ ગૌશાળાની મુલાકાત લીધી હતી access_time 1:14 am IST

  • વિદેશમંત્રી સુશ્રી સુષ્મા સ્વરાજ ઉઝબેકિસ્તાન જવા રવાના : સૌપ્રથમવાર યોજાયેલી બે દિવસીય ઇન્ડિયા - સેન્ટ્રલ એશિયા મિટિંગમાં ભાગ લેશે : સેન્ટ્રલ એશિયાના જુદા જુદા દેશોના વિદેશમંત્રીઓ જોડાશે access_time 8:07 pm IST