Gujarati News

Gujarati News

News of Friday, 11th January 2019

શહેર યુવા કોંગ્રેસ દ્વારા વિદ્યાર્થીઓના પ્રશ્ને આવેદન

પોલીટેકનીક કોલેજનું ટાઈમ ટેબલ મંજુરી વગર બદલી નાંખતા વિદ્યાર્થીઓને પડતી હાલાકી

રાજકોટઃ શહેરની પ્રતિષ્ઠીત સરકારી પોલીટેનીક કોલેજમાં વિદ્યાર્થીઓનું ટાઈમ ટેબલ વિદ્યાર્થીઓની પરવાનગી વિના બદલવામાં આવ્યુ હોય ઘણા વિદ્યાર્થીઓને હાલાકી ભોગવવી પડે છે. યુવક કોંગ્રેસ એન.એસ.યુ.આઈ દ્વારા સરકારી પોલીટેકનીક કોલેજના આચાર્યશ્રીને આવેદન આપી વિદ્યાર્થીઓનું ટાઈમટેબલ ફરીથી ચાલુ કરવા કોલેજમાં પ્રાથમીક સુવિધાઓ જેવી કે વિદ્યાર્થીઓના ટોઈલેટમાં સાફ સફાઈ, આઈકાર્ડ ચેકીંગ, પાર્કીંગ વ્યવસ્થા બરાબર કરવામાં આવે તેમ રજુઆતમાં જણાવ્યું હતું.

(3:41 pm IST)