Gujarati News

Gujarati News

News of Friday, 11th January 2019

નવાગામની લાલપરી મેલડી માતા ગૌશાળાના લાભાર્થે કાલે શનિવારે લોકડાયરો

લોકગાયિકા ગીતાબેન રબારી અને સાહિત્યકાર દેવાયત ખવડ સાહિત્યરસ પીરસશે

રાજકોટ,તા.૧૧: નવાગામ (આણંદપર) મેંગો માર્કેટ પાસે (મો.૯૮૨૪૫ ૧૪૪૭૫) આવેલ લાલપરી શ્રી મેલડી માતા ગૌ શાળા ટ્રસ્ટ દ્વારા ગૌશાળાના આવતીકાલે તા.૧૨ના શનિવારે ભવ્ય લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે.

ગ્રીનલેન્ડ ચોકડી (રોયલ મેળાનું મેદાન) ખાતે આયોજીત આ લોકડાયરામાં વિખ્યાત કચ્છી કોયલ- લોકગાયિકા ગીતાબેન રબારી અને સાહિત્યકાર દેવાયત ખવડ સાહિત્યરસ પીરસશે.

નવાગામ (આણંદપર)ની ગૌશાળામાં ૨૦૦ ગાયો નિવાસી કરતી હોવાનું મહંત પૂ.લાલદાસજી બાપુએ જણાવ્યું હતું. ભાવિકોનેે આ લોકડાયરો માણવા અનુરોધ કરાયો છે.

આયોજનમાં આશ્રમનાં મહંતશ્રી લાલદાસબાપુ, ગૌસેવક શ્રી દેવાભાઈ ભરવાડ, મહેશભાઈ મોરવાડીયા તથા વિધાનસભા- ૬૮નાં ધારાસભ્ય અરવિંદભાઈ રૈયાણી, દિલીપભાઈ લુણાગરીયા, પરેશભાઈ પીપળીયા, સંજયભાઈ ચાવડા, નિલેષભાઈ ખૂંટ, જયેશભાઈ, નાથાભાઈ ડોડીયા, મુકેશભાઈ ધનસોતા, રમેશભાઈ અકબરી, સી.ટી.પટેલ તથા આશ્રમનાં તમામ સેવકગણ જોડાયા છે.(તસ્વીરઃ સંદીપ બગથરીયા)

(3:40 pm IST)
  • મેઘાલય કેબિનેટમાં નાગરિકતા વિધેયક વિરુદ્ધ પ્રસ્તાવ પાસ ;ભાજપના ધારાસભ્યોએ પણ આપ્યું સમર્થન :મેઘાલય ડેમોક્રેટીક અલાયન્સ કેબિનેટે નાગરિકતા સંશોધન વિધેયકનો વિરોધ કરતા એક ઠરાવ પાસ કર્યો :ભાજપે મંત્રીમંડળના નિર્ણયનું સમર્થન કર્યું છે access_time 1:08 am IST

  • બનાસકાંઠા : ભૂસ્તર વિભાગનો સપાટો :પાલનપુર, અંબાજીમાં રોયલ્ટી ચોરી કરતા વાહનો ઝડપાયા: તમામ વાહનમાલિકો સામે દંડની કાર્યવાહી કરાઈ access_time 10:45 pm IST

  • રવિવારે ફરીવાર ઇંધણના ભાવમાં મોટો વધારો :પેટ્રોલના ભાવમાં લિટરે 47 પૈસા અને ડીઝલના ભાવમાં લિટરે 61 પૈસાનો વધારો ઝીક્યો ;છેલ્લા ત્રણ દિવસથી એકધારો ભાવ વધારાથી વાહન ચાલકોને વધતો બોજો :વૈશ્વિક બજારમાં ક્રૂડના વધતા ભાવને પગલે ઘર આંગણે પણ પેટ્રોલ -ડીઝલના ભાવમાં ઝીકાતો વધારો :ડિસેમ્બરમાં રાહત બાદ જાન્યુઆરીમાં ઇંધણના ભાવમાં ઘટાડો અટક્યો access_time 12:45 am IST