Gujarati News

Gujarati News

News of Friday, 11th January 2019

ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીમાં BAMSમાં પ્રથમ ક્રમાંક મેળવતી દિશા

સેતા પરિવારની પુત્રીએ રઘુવંશી સમાજનું ગૌરવ વધાર્યુ

રાજકોટ, તા., ૧૧:  રાજકોટ (મૂળ ઓરીસ્સા)ના વતની એવી સેતા પરિવારની દિશા ભરતભાઇએ આયુર્વેદીક યુનિવર્સિટીમાં બીએએમએસના પ્રથમ વર્ષમાં યુનિવર્સિટીમાં પ્રથમ ક્રમાંક મેળવી સેતા પરિવાર અને રઘુવંશી સમાજનું ગૌરવ વધાર્યુ છે.

સેતા અત્રેના જાણીતા વેપારી અને રઘુવંશી સમાજના અગ્રણી ભરતભાઇ તથા જાણીતા મહિલા આગેવાન સંગીતાબેનની સુપુત્રી તથા યુવા અગ્રણી અશ્વીનભાઇ અને નિલેશભાઇની ભત્રીજી છે. આવી સિધ્ધી બદલ શુભેચ્છકો, જ્ઞાતિજનો દ્વારા ભરતભાઇ  સેતા પરિવાર પર મો.નં. ૯૮રપ૬ ૯પ૭૦૧ ઉપર અભિનંદનની વર્ષા થઇ રહી છે.

(3:29 pm IST)
  • ભારતે પાકિસ્તાનના નિષ્ણાતોને ચેનાબ નદી પર બે હાઈડ્રોપાવર પ્રોજેક્ટનું નિરીક્ષણ કરવા પ્રસ્તાવ મોકલ્યો :ભારતે પાકિસ્તાનને પત્ર લખીને પાકિસ્તાની વિશેષજ્ઞો દ્વારા 27મી જાન્યુઆરીથી 1 ફેબ્રુઆરી વચ્ચે જમ્મુ કાશ્મીરમાં ચેનાબ નદી પર બે હાઈડ્રોપાવર પરિયોજનાનું નિરીક્ષણ માટે તેની યાત્રાનો પ્રસ્તાવ મોકલ્યો છે :આઇડબલ્યુટી અંતર્ગત ભારતે સિંધુ આયુક્તએ પોતાના પાકિસ્તાન સમકક્ષને નિમંત્રણ મોકલ્યું છે access_time 1:07 am IST

  • વિદેશમંત્રી સુશ્રી સુષ્મા સ્વરાજ ઉઝબેકિસ્તાન જવા રવાના : સૌપ્રથમવાર યોજાયેલી બે દિવસીય ઇન્ડિયા - સેન્ટ્રલ એશિયા મિટિંગમાં ભાગ લેશે : સેન્ટ્રલ એશિયાના જુદા જુદા દેશોના વિદેશમંત્રીઓ જોડાશે access_time 8:07 pm IST

  • જે ગાયના નામે મત માંગે છે તેમણે ગાયોને ઘાસચારો પણ આપવો જોઈએ : કેજરીવાલ : દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે બાવાના પ્રવાસ દરમિયાન કહ્યું કે ભાજપના નેતૃત્વવાળી એમસીડીએ બે વર્ષથી આ વિસ્તારમાં એકપણ ગૌશાળાને ફંડ જારી કર્યું નથી ;વિકાસમંત્રી ગોપાલરાય સાથે મુખ્યમંત્રીએ ઉત્તર-પશ્ચિમ જિલ્લામાં બવાનામાં દિલ્હી સરકાર અને નાગર નિગમની ગ્રાન્ટેડ સૌથી મોટી શ્રી કૃષ્ણ ગૌશાળાની મુલાકાત લીધી હતી access_time 1:14 am IST