Gujarati News

Gujarati News

News of Friday, 11th January 2019

પંચાયતનગર વિસ્તારમાં પેવિંગ બ્લોક કામનો પ્રારંભ : ખાતમુર્હુત

 રાજકોટઃ વોર્ડ નં.૧૦ના જાગૃત કોર્પોરેટરો તથા સંગઠનની ટીમ દ્વારા વોર્ડમાં વિકાસકાર્યોની વણઝાર અવિરત ચાલુ છે. રાજકોટ મહાનગરપાલીકા દ્વારા યુનિવર્સિટી રોડ પર આવેલ પંચાયતનગર સોસાયટીના કોમન પ્લોટ ખાતે પેવર બ્લોકનું ખાત મુહુર્ત મેયર બીનાબેન આચાર્યના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મેયર બીનાબેન આચાર્ય, કોર્પોરેટર જયોત્સનાબેન ટીલાળા, અશ્વિનભાઇ ભોરણીયા, વોર્ડ પ્રમુખ રજનીભાઇ ગોલ, વોર્ડ નં.૯ના પ્રભારી ગીરીશભાઇ ભીમાણી, તથા પંચાયતનગર સોસાયટીના બી.વી.ધાનાણી, એ.વી.દોશી, પ્રવિણભાઇ માટલીયા, સિંહાર સાહેબ, કલોલાભાઇ, મંડિરભાઇ, ઝાલાભાઇ, પરેશ ગોસાઇ, યશેષ મેર, ભટ્ટભાઇ, જાડેજાભાઇ, વીરાણીભાઇ, ચાવડાભાઇ, સાદીકોરભાઇ, રામજીભાઇ પટેલ, મંજુલાબેન કાકડીયા, થોરીયાભાઇ, વલ્લભભાઇ હપાણી, કાછડીયાભાઇ, નવીનભાઇ, મહેશભાઇ પંડયા, એમ.ટી.રવૈયા, રમેશભાઇ મહેતા, કીરીટભાઇ રવૈયા, વૈશ્નવભાઇ, હિતેષભાઇ, પોપટભાઇ, પ્રદીપભાઇ ડોડીયા સહીતના સ્થાનીક રહીશો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

(3:26 pm IST)
  • બેન્કરમાંથી નેતા બનેલી મીરા સાન્યાલનું નિધન :2014માં લોકસભા ચૂંટણી લડી હતી :આપ નેતા અને દિલ્હીના ઉપ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ એક ટ્વીટ કરીને તેણીના નિધનની પુષ્ટિ કરી અને કહ્યું કે દેશે એક તીક્ષ્ણ આર્થિક પ્રતિભા અને ઉદાર આત્મા ગુમાવ્યો છે access_time 1:10 am IST

  • સપા -બસપા ગઠબંધન મજબૂત :એનડીએએ પોતાને સુદઢ બનાવવું પડશે ;ચિરાગ પાસવાને કહ્યું કે ઉત્તર પ્રદેશમાં બંને પક્ષોએ લાંબા સમય સુધી શાસન કર્યું ત્યાં લોકોને બેરોજગારી અને અપરાધને પગલે અન્ય જગ્યાએ જવા મજબુર થવું પડ્યું access_time 12:48 am IST

  • ગુજરાતના આરોગ્ય વિભાગના એડિશનલ ચીફ સેક્રેટરી પૂનમચંદ પરમારને થયો સ્વાઈન ફ્લૂ : હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા access_time 1:47 am IST