Gujarati News

Gujarati News

News of Friday, 11th January 2019

મકરસંક્રાંતિનુ શાસ્ત્રોકત મહાત્મ્ય

શાસ્ત્રો પુરાણોનો વાતો જાણવી જોઈએ. કારણ કે શ્રી ભગવાનની સ્પષ્ટ આજ્ઞા છે કે જે મનુષ્ય શાસ્ત્રવિધિ છોડી દઈ મનમાની રીતે કર્મ કરે છે તે સિદ્ધિ સુખ કે પરમગતિ પામતો નથી. (ભગવદ્દ ગીતા ૧૬:૨૩) તેથી કરવા યોગ્ય અને ન કરવા યોગ્ય (કર્મ)નો નિર્ણય કરવામાં તારે માટે (આપણે માટે) શાસ્ત્ર જ પ્રમાણ છે. માટે શાસ્ત્રોએ જે કર્મો કરવાનું વિધાન કહેલુ હોય તે જાણીને તારે (આપણે) કર્મ કરવા એ જ યોગ્ય છે. (ભગવદ્દ ગીતા ૧૬:૨૪)

નારદ મહાપુરાણ, પદ્મપુરાણ, શ્રીમદ્દ ભાગવતી ભાગવત, વરાહપુરાણ, ભગવદ્દ ગીતામાંથી થોડા સાર રૂપે સાવ થોડી માહિતી, અતિ સંક્ષેપમાં મકરસંક્રાંતિ અને સ્નાન, દાન વગેરે ધર્મકર્મોના સંદર્ભે, ભગવદ્દ ભકતો અને શ્રદ્ધાળુઓને અત્યંત ઉપયોગી થાય ફકત તે હેતુથી જ અમારી અલ્પ સમજણ મુજબ જ અહિં આપી છે.

મકરસંક્રાંતિનું ફળ :

સૂર્યની સંક્રાંતિઓમાં સ્નાન, દાન અને જપ આદી (ધર્મકાર્ય) કરનારાઓને મકરસંક્રાંતિમાં મળતું.

વિશેષ :

અમાસે કરેલુ દાન દશ ગણુ ક્ષય તિથિએ તેનાથી સો ગણુ સંક્રાંતિએ તેનાથી સો ગણુ, તુલા અને મેષ સંક્રાંતિએ તેનાથી સો ગણુ યુગના આરંભ તેનાથી સો ગણુ ઉત્તરાયણ અને દક્ષિણાયનમ તેનાથી સો ગણુ ધર્મ ક્રમનું ફળ મળે છે.

મકરસંક્રાંતિનો પવિત્ર સમય :

ઉત્તરાયણના આરંભમાં દાન આપવાથી અક્ષય ફળ મળે છે. શ્રી મહાભારત  અશ્વમેઘિક પર્વ - વૈષ્ણવધર્મ પર્વ - અધ્યાય - ૨૦ શ્લોક નં.૩માં શ્રીકૃષ્ણ ભગવાન યુધિષ્ઠિરને કહે છે કે હે રાજન વિષુવ કાળે, નામના પુણ્યકાળે ચંદ્રગ્રહણ - સૂર્યગ્રહણના સમયે વ્યતિપાતને દિવસે તથા ઉત્તરાયણના આરંભમાં દાન આપવાથી અક્ષય ફળ મળે છે.

જુદા જુદા દાનોના ફળ આ મુજબ છે. અન્નદાન - શ્રેષ્ઠ દાન, અન્નના જેટલા રજકણો હોય તેટલા વર્ષો સુધી શિવલોકમાં પૂજાય, સર્વ દાનો કર્યાનું ફળ, દેશ - કાળ પાત્ર - પરીક્ષાનો નિયમ હોતો નથી. જળ દાન - શ્રેષ્ઠ દાન, તુષ્ટિ આપનાર, આસનનું દાન - દશ હજાર વર્ષો સુધી વિષ્ણુલોકમાં પૂજાય, દૂધ, દહીં, ઘી અને મધનું દાન - દશ હજાર વર્ષો સુધી સ્વર્ગમાં પ્રતિષ્ઠિત થાય, શેરડીનું દાન - બ્રહ્મલોકમાં સ્થાન પ્રાપ્ત કરે, દિવાનું દાન - એક મન્વંતર સુધી અગ્નિલોકમાં પૂજાય, તલનું દાન - આપેલા તલની સંખ્યા જેટલા વર્ષો શિવલોકમાં આનંદ કરે, સુંદર ફળનું દાન - ફળના રજકણો જેટલી સંખ્યાના વર્ષો સુધી ઈન્દ્રલોકમાં પૂજાય, ભકિત સહિત ઘી - ગુગળને ધુપ ભગવાન વિષ્ણુ ભગવાનને અર્પણ કરે તે - સર્વ પાપોથી મુકત થાય છે. ભગવાન શંકર અથવા વિષ્ણુને ઘીનો દિવો અર્પણ કરવાથી સહ પાપોથી મુકત થઈ ગંગા સ્નાનનું ફળ પામે છે.

આ સિવાય પરંપરાગત દાન - તલના લાડુ, ગાયને ઘાસ, વસ્ત્ર, સુવર્ણદાન વગેરે પણ શકિત મુજબ આપવા જોઈએ.

દાન માટે શ્રી ભગવાનને પણ સ્પષ્ટ કહ્યું છે.

યજ્ઞ, તપ અને દાનમાં દૃઢ રહેવુ એ પણ સત્ય કહેવાય છે અને ઈશ્વર પ્રત્યે જે કર્મ હોય તેના પણ સર કહેવાય છે. (ભગવદ્દ ગીતા ૧૭:૨૭)

હે પાર્થ ! અશ્રદ્ધાથી યજ્ઞ, દાન, તપ કે જે કંઈ કરવામાં આવે છે તે 'અસત' કહેવાય છે તે આ લોકમાં કે પરલોકમાં કલ્યાણકારક થતુ નથી. (ભગવદ્દ ગીતા ૧૭:૨૮)

યજ્ઞ, દાન અને તપરૂપ કર્મ ત્યજવા યોગ્ય નથી પણ એ તો કરવા યોગ્ય જ છે. કારણ કે યજ્ઞ, દાન અને તપ બુદ્ધિમાન, નિષ્કામ મનુષ્યોને પવિત્ર કરનારા છે. (ભગવદ્દ ગીતા ૧૮:૫)

હે પાર્થ! પરંતુ આ કર્મો પણ આસકિત અને ફળની ઈચ્છાને છોડીને જ કરવા એવો મારો નિશ્ચિત અને ઉત્તમ મત છે. (ભગવદ્દ ગીતા ૧૮:૬)(૩૭.૫)

:: સંકલન :: નિશીથ ઉપાધ્યાય

સ્વીરીચ્યુઅલ કન્સલ્ટન્ટ એન્ડ એસ્ટ્રોલોજર

(3:24 pm IST)
  • વિદેશમંત્રી સુશ્રી સુષ્મા સ્વરાજ ઉઝબેકિસ્તાન જવા રવાના : સૌપ્રથમવાર યોજાયેલી બે દિવસીય ઇન્ડિયા - સેન્ટ્રલ એશિયા મિટિંગમાં ભાગ લેશે : સેન્ટ્રલ એશિયાના જુદા જુદા દેશોના વિદેશમંત્રીઓ જોડાશે access_time 8:07 pm IST

  • મેઘાલય કેબિનેટમાં નાગરિકતા વિધેયક વિરુદ્ધ પ્રસ્તાવ પાસ ;ભાજપના ધારાસભ્યોએ પણ આપ્યું સમર્થન :મેઘાલય ડેમોક્રેટીક અલાયન્સ કેબિનેટે નાગરિકતા સંશોધન વિધેયકનો વિરોધ કરતા એક ઠરાવ પાસ કર્યો :ભાજપે મંત્રીમંડળના નિર્ણયનું સમર્થન કર્યું છે access_time 1:08 am IST

  • કાશ્મીરમાં સેનાની મોટી સફળતા : બે આતંકીઓ ઠાર ;દક્ષિણ કાશ્મીરના કુલગામ જિલ્લાના કાટપુરા વિસ્તારમાં આતંકીઓ છૂપાયાંની માહિતી બાદ સુરક્ષાદળોએ સમગ્ર વિસ્તારની ઘેરાબંધી કરી :તલાસી અભિયાન ચલાવ્યું :માર્યા ગયેલા બે આતંકી પૈકી એક જીનત ઉલ ઇસ્લામ ઉપર 15 લાખનું ઇનામ હતું : અને કુખ્યાત આતંકી બુરહાન વાણીનો સાથીદાર હતો access_time 12:49 am IST