Gujarati News

Gujarati News

News of Friday, 11th January 2019

ન્યુ રાજકોટ કાર રીપેર એસોનું સ્નેહ મિલન

રાજકોટઃ ન્યુ રાજકોટ કાર રીપેર એસોસિએશન છેલ્લા ત્રણ વર્ષથી કાર્યરત છે આજુ-બાજુના ૧૦ કી.મી. વિસ્તારમાં આવેલા તમામ ફોર વ્હીલર વર્કશોપ એટલે કે કાર ગેરેજને લગતું તમામ કામ કરતા કાર વર્કશોપના ઓનર્સનું દર વર્ષે સ્નેહ મિલન યોજવામાં આવે છે. વર્કશોપની યાદી પ્રમાણે ૨૭૦ થી વધુ સભ્યો નોંધાયા છે. આ ન્યુ રાજકોટ કાર રીપેર એશોસીએશનનું સંચાલન ૨૬ જેટલા કમિટી મેમ્બર્સ સંભાળી રહ્યા છે.એશોસીએશન ચાલુ કરવાનો ધ્યેય ધંધાનો વિકાસ સાથે નવી-નવી ટેકનોલોજીની જાણકારી મળી રહે તેવો છે. આ એસો.ના તમામ ભાઇઓ એકબીજા સાથે મળે તે હેતુથી દર વર્ષે જાન્યુઆરી મહિનામાં સ્નેહ મિલનના કાર્યક્રમનું આયોજન થાય છે આ વર્ષનું સ્નેહમિલન ૧૫૦ ફૂટ રીંગ રોડ પર અયોધ્યા ચોક પાસે બંધન પાર્ટી પ્લોટ ખાતે આયોજીત થયુ હતુ. જેમાં ૨૫૦ થી વધુ એશોસીએશનના મેમ્બરો ફેમીલી સાથે ઉપસ્થિત રહ્યા હતા. સમારોહના પ્રમુખસ્થાને રાજકોટ ચેમ્બર્સ ઓફ કોમર્સના પ્રમુખ ગૌતમભાઇ ધમસાણીયા તેમજ મુખ્ય મહેમાન તરીકે રાજકોટના ઇન્સ્યોરન્સ સર્વેયર એશોસીએશનને ખાસ આમંત્રણ આપેલ જેમાંથી ડાયર્સ ઉપર ગીરીશભાઇ ગાંધી સુનીલભાઇ ગણાત્રા,  પરેશભાઇ કોઠારી, ભાવેશભાઇ ત્રિવેદી, જલ્પેશભાઇ ભીમજીયાણી ઉપસ્થિત રહેલ. જલ્પેશભાઇ ત્રિવેદી, હસમુખભાઇ ખીમસુરીયા, વિજયભાઇ વોરા, વિપુલભાઇ પઢીયાર, સાગરભાઇ આશર ચૈતન્યભાઇ કકડની ઉપસ્થિતિ રહેલ આ કાર્યક્રમને આર્થિક રીતે મદદરૂપ થવા માટેને અલગ-અલગ કેટેગરીમાં ૨૩ થી વધુ સ્પોન્સર્સનું યોગદાન મળ્યુ હતું. આ કાર્યક્રમમાં આવેલા તમામ વર્કશોપ ઓનર્સનો એશોસીએશને આભાર વ્યકત કરેલ નવા મેમ્બર્સ તરીકે જોડાયેલા છે તેમનું પણ એશોસીએશન દ્વારા સ્વાગત કરવામાં આવેલ. આ એશોસીએશનનું વોટ્સઅપ ગ્રુપ પણ કાર્યરત છે. એડમીન તરીકે સંદીપભાઇ એકટીવ મોટર્સ ૯૭૨૩૪ ૫૭૦૩૦, જયંતીભાઇ એકયુરેટ મોટર્સ-૯૮૨૪૫ ૨૪૭૧૬, અમિતભાઇ પી.એમ.સર્વિસ-૯૮૨૫૨ ૧૭૭૮૭, દિનેશભાઇ ગણેશ ઓટો-૯૪૨૭૨ ૩૦૦૭૮, રૂપેશભાઇ પ્રગતી કાર મ્યુઝીક વર્લ્ડ-૯૪૨૬૭ ૧૯૯૮૩નો સમાવેશ કરેલ છે. વોટ્સઅપ ગ્રુપમાં જોડાવા ઇચ્છુકોએ વીઝીટીંગ કાર્ડ તથા એશોસીએશન મેમ્બરની પહોચનો ફોટો પાડી એડમીનને મોકલી આપવા જણાવાયુ છે. આ કાર્યક્રમ પૂર્ણ થયા બાદ એશોસીએશન તરફથી એક કીમતી સ્ટેશનરી-કીટ તમામ મેમ્બર્સને તથા સ્પોન્સર્સને ગીફટ તરીકે આપેલ. કાર્યક્રમનું સંચાલન હોસ્ટ (એન્કર) તરીકે બીગ FMના આર.જે. વિનોદે સંભાળ્યુ હતું.

(3:23 pm IST)