Gujarati News

Gujarati News

News of Friday, 12th January 2018

ચેક પાછો ફરવાના કેસમાં આરોપીનો નિર્દોષ છુટકારો ફરમાવતી અદાલત

રાજકોટ તા. ૧રઃ રાજકોટમાં રહેતા ટી.આર. પરમાર પાસેથી આરોપી નૈમિષ એચ. રાઠોડએ સંબંધના દાવે રૂ. ૧,ર૦,૦૦૦/- હાથ ઉછીના લીધેલા હતા. તે બદલ નૈમિષ એચ. રાઠોડએ ફરીયાદી ટી.આર. પરમારને રૂ. ૭૦,૦૦૦/- અને રૂ. પ૦,૦૦૦/- ની રકમના ર ચેક આપેલા ફરિયાદીએ આ બન્ને ચેક બેંકમાં વટાવા નાખતા ઇનસફીસીએન્ટના શેરા સાથે પરત આવેલ જે અંગેનો કેસ ચાલી જતાં કોર્ટે આરોપીને નિર્દોષ છોડી મુકેલ છે.

આ અંગે ટી.આર. પરમારએ આરોપી નૈમિષ એચ. રાઠોડને લેણી રકમ ચુકવી આપવા કે જે અંગે આરોપીએ ફરીયાદીને ચેક આપેલ, જે પરત ફરેલા તે રકમ ચુકવી આપવા લીગલ નોટીસ આપેલ અને આરોપીએ તે નોટીસનો જવાબ પણ આપેલ નહીં. આથી ફરીયાદી ટી.આર. પરમારએ આરોપી નૈમિષ એચ. રાઠોડ વિરૂધ્ધ નેગો. ઇન્સ્ટ્રુ્રુ. એકટ હેઠળ કલમ-૧૩૮ મુજબ ફરીયાદ કરેલ.

આ કેસ કોર્ટમાં ચાલી જતા આરોપીના એડવોકેટ દ્વારા એવો બચાવ લેવામાં આવેલ કે ફરીયાદીએ આપેલ રકમ પરત મુેળવી લીધા બાદ ચેક પરત આપેલ નથી. તેમજ ફરીયાદીએ વગર લાયસન્સએ મની લેન્ડીંગ એકટનો ધંધો કરતો હોય, કોર્ટએ આરોપીના વકીલએ રજુ કરેલ પુરાવો ધ્યાનમાં લીધેલ અને આરોપીના એડવોકેટએ હાઇકોર્ટ તેમજ સુપ્રિમ કોર્ટના વિવિધ ચુકાદાઓ રજુ રાખેલ અને હકીકતને લક્ષમાં લઇ એડી. ચીફ જયુડી. મેજી. શ્રી નીતુબેન શર્માએ આ ફરીયાદના સાબિત માનેલ અને આરોપી નૈમિષ એચ. રાઠોડને નિર્દોષ ઠરાવી છોડી મુકેલો હુકમ ફરમાવેલ.

ઉપરોકત કામમાં આરોપી વતીસ રાજકોટના જાણીતા એડવોકેટ નરેન્દ્ર બી. બુધ્ધદેવ તેમજ ગોવિંદભાઇ ટીલારા રોકાયેલ હતા અને તેઓની મદદમાં વિષ્ણુ બુધ્ધદેવ પણ રોકાયેલ હતા.

(4:20 pm IST)