Gujarati News

Gujarati News

News of Friday, 12th January 2018

કરાટે ચેમ્પિયનશીપમાં રાજકોટની ટીમને જબ્બર સફળતા

રાજકોટઃ અમદાવાદ ખાતે ઈન્ટરનેશનલ સોતોકાન કરાટે ચેમ્પિયનશીપનું આયોજીત થયેલ હતું. જેમાં ભારત, નેપાળ, બાગ્લાદેશ જેવા દેશોની ટીમએ ભાગ લીધેલ હતો. ભારતીમાંથી ૨૭ રાજયોની ટીમએ ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો. જેમાંથી  રાજયના રાજકોટ શહેરની ટીમનાં ૩૬ માંથી ૩૦ છોત્રોએ વિવિધ મેડલ જીતીને રાજકોટ શહેર તથા ગુજરાત અને ઈન્ટરનેશનલ શોતોકાન કરાટે યુનિયન- રાજકોટનું નામ રોશન કર્યુ હતુ.  (૧)ઈન્ડિયન વોરિયર્સ સ્કુલ ઓફ માર્શલ આર્ટસ, (૨)ફિઝિકા એકેમમીઆ (૩)ધી આર્ટ હબ ઈન્ટરનેશનલ શોતોકાન કરાટે યુનિયન- રાજકોટના વિદ્યાર્થીઓએ ૬ ગોલ્ડ જેમાંથી ૨ ગોલ્ડ મેડલ મહેશ જલુ, કુમીતે તથા કાતામાં જીતયા તથા હર્ષિલ પરસાણા, કુમાર રાઠોડ, નિમિષ પંડિત, પાર્થ હાપલિયા, વિજય ચોટલીયા, રિયાન ગણાત્રા, હર્ષ રાયચુરા, રાજેશ્વરી ચાવડા વગેેરે સ્ટુડન્ટસએ સિલ્વર મેડલ્સ જીતેલા તથા નિર્મલ, સોહમ, નરેશ, પ્રશમ, કવિશ, દેવાંશ, રાજવી, નિયતિ, ભવ્યા, ધ્વનિત, હર્ષિલ, માધવ, કથન વગેેરે સ્ટુડન્સએ બ્રોન્ઝ મેડલ જીત્યા હતા.  વધારે માહીતી માટે મો.૮૮૬૬૮ ૭૪૬૭૯ સંપર્ક કરવા વિનંતિ

(4:10 pm IST)