Gujarati News

Gujarati News

News of Friday, 12th January 2018

'૩ સી કલ્ચર' : એચ.એન. શુકલ કોલેજમાં યોજાયો મેગા સેમીનાર

રાજકોટ : એચ. એન. શુકલ ગ્રુપ ઓફ કોલેજીસ દ્વારા ૨૧ કોર્ષીસ દ્વારા વિદ્યાર્થીઓમાં મૂલ્ય વૃધ્ધિ કરવામાં આવી રહી છે. તેના ભાગરૂપે તાજેતરમાં '૩ સી કલ્ચર' સેમીનાર યોજવામાં આવ્યો હતો.  જેમાં મુખ્ય મહેમાન તરીકે શાપર વેરાવળ એસો.ના પ્રમુખ અને રાજ બેંકના વાઇસ ચેરમેન રમેશભાઇ ટીલાળાએ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને પ્રોત્સાહીત કર્યા હતા. બાદમાં મુખ્ય વકતા વિભાગીય નાયબ નિરીક્ષક લોકલ ફંડ ઓડીટ શૈલેષભાઇ સગપરીયાએ વકતવ્યનો દોર સંભાળી વિકલ્પ પસંદગી પર પુરૂ પ્રભુત્વ હાંસલ કરો તો સફળતા દોડતી આવે તેમ હોવાનું જણાવેલ. નાના નાના ગોલ્સ રાખીને પુરી મહેનત કરવા શીખ આપી હતી. સમગ્ર સેમીનારને સફળ બનાવવા કોલેજના પ્રમુખ ડો. નેહલ શુકલ, મેનેજીંગ ટ્રસ્ટી ડો. મેહુલ પી. રૂપાણી, કેમ્પસ ડાયરેકટર સંજયભાઇ વાઘરના માર્ગદર્શન હેઠળ કોલેજના પ્રિન્સીપાલ આસિત ભટ્ટ, મેનેજમેન્ટના હેડ પોપટ સર, આઇ.ટી. હેડ જયેશ પટેલ, એમ.બી.એ.  હેડ અયુબ સર, શ્રધ્ધા મેડમ, વિશાલ સર તથા સ્ટાફ ગણ અને વિદ્યાર્થી મિત્રોએ જહેમત ઉઠાવી હતી.

(4:10 pm IST)