Gujarati News

Gujarati News

News of Friday, 12th January 2018

ધમસાણીયા કોલેજમાં વિવેકાનંદજીની જન્મ જયંતિની ઉજવણી

રકતદાન-છાત્ર સન્માન અને સ્વ. વિજયાબેન પટેલની સ્મૃતિમાં પુસ્તક વિતરણ

રાજકોટ તા. રાજકોટની શ્રીમતી એમ.ટી. ધમસાણીયા કોમર્સ કોલેજ દ્વારા સ્વામી વિવેકાનંદ જન્મજયંતિ 'યુવાદિન' તથા ભગિની સિસ્ટમ નિવેદિતાની ૧પ૦મી જન્મ જયંતીની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી. છેલ્લા ૧૦ વર્ષથી ધમસાણીયા કોલેજમાં યુવાદિનની ઉજવણી બ્લડ ડોનેશન કેમ્પ કરવામાં આવે છે આ વખતે થેલેસેમીયા ટેસ્ટ પણ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં કણસાગરા કોલેજના પ્રિન્સીપાલ કાલરીયા, ભાલોડિયા કોલેજના પ્રિન્સીપાલ કાનાણી, ધમસાણીયા કોલેજના પ્રિન્સીપાલ ડો. વિજયભાઇ પટેલ, કોલેજ પરિવાર તેમજ ભૂતપૂર્વ કર્મચારીઓ પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં ધમસાણીયા કોલેજના વિદ્યાર્થીઓ ગોગરા યોગેશ વૈશ્ણવ કૃતાર્થ અને બેડવા અક્ષય એ વકતવ્ય આપ્યું તથા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના યુવક મહોત્સવ ર૦૧૭માં વિજેતા બનેલા વિદ્યાર્થી રવિ ડાંગર, યોગેશ ગોગરા, અને મહેન્દ્ર મકવાણાનું પણ સન્માન કરવામાં આવ્યું. રામકૃષ્ણ આશ્રમ, રાજકોટના કૌશિકભાઇ ગોસ્વામી તરફથી 'ભગિની નિવેદિતા' પર પુસ્તક પણ વિદ્યાર્થીઓને ભેટ આપવામાં આવ્યા હતા. કોલેજના ભૂતપૂર્વ પ્રિન્સીપાલ કે. એમ. પટેલ સ્વ. વિજયાબેન પટેલની સ્મૃતિમાં દરેક વિદ્યાર્થીઓને સ્વામી વિવેકાનંદનું પુસ્તક ભેટ આપવાની જાહેરાત કરી હતી. ઉલ્લેખનીય છે કે, કાર્યક્રમનું સંચાલન પોતાની આગવી શૈલીમાં ધમસાણીયા કોલેજના વિદ્યાર્થી અને મોરબીના યુવાકવિ રવિ ડાંગરે કર્યું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા ધમસાણીયા કોલેજની સામુહીક ધારાના ઇન્ચાર્જ ડો. બી. એલ. સરધારા, સમગ્ર સ્ટાફ તથા વિદ્યાર્થીઓએ જહેમત ઉઠાવી હતી.

(4:10 pm IST)