Gujarati News

Gujarati News

News of Friday, 12th January 2018

કરીયાવર પ્રશ્ને પુત્રવધુને ત્રાસ આપવા અંગે સાસરીયાઓનો નિર્દોષ છૂટકારો

રાજકોટ, તા. ૧૨ :. પરીણિતાને કરીયાવર માટે શારીરીક માનસિક ત્રાસ આપવાના ગુન્હામાં તમામ આરોપી સાસરીયાનો અદાલતે નિર્દોષ છૂટકારો ફરમાવેલ હતો.

અહીંના ગાંધીગ્રામ વિસ્તારમાં રહેતી પરીણિતા શિલ્પાબેનના લગ્ન ગાંધીગ્રામ શેરી નં. ૪ મા રહેતા પ્રકાશ પરમાર નામના યુવાન સાથે થયેલ છે અને લગ્ન બાદ પરીણિતા એક સંતાનની માતા થઈ ગયા બાદ તેણે પોતાના સાસરાના સભ્યો (૧) પતિ - પ્રકાશ વિનુભાઈ પરમાર (૨) સસરા - હેમાબેન નારણભાઈ પરમાર (૩) સાસુ - હેમાબેન વીનુભાઈ પરમાર (૪) દેર - વિજયભાઈ વીનુભાઈ પરમાર (૫) દેરાણી - હેતલબેન વિજયભાઈ પરમાર (૬) નણંદ - આરતીબેન વીનુભાઈ પરમાર સામે સને ૨૦૧૧ની સાલમાં આ તમામ સાસરીયાના સભ્યોને તેને દહેજ કરીયાવર માટે ત્રાસ આપી, માર મારી, અપશબ્દો બોલી, ઘરમાંથી કાઢી મુકેલ હોવાની ફરીયાદ રાજકોટ મહિલા પોલીસ મથકમાં નોંધાવેલ હતી.

એડવોકેટ શ્રી અંતાણી ની તમામ દલીલોથી સહમત થઈ રાજકોટની ફોજદારી અદાલતે તમામ સાસરાના સભ્યો સામે કેસના સાબિત થયેલ માની અને તમામને નિર્દોષ છોડવાનો હુકમ ફરમાવેલ છે જેથી સાસરીયાઓએ રાહતનો દમ લીધેલ છે.

આ કેસમાં આરોપી તમામ સાસરીયાઓ વતી રાજકોટના એડવોકેટ શ્રી સંદીપ કે. અંતાણી તથા સમીમબેન કુરેશી વકીલ તરીકે રોકાયા હતા.

(4:06 pm IST)