Gujarati News

Gujarati News

News of Friday, 12th January 2018

વોકહાર્ટ હોસ્પિટલ્સ દ્વારા ''ઇન્ફેકશન પ્રિવેન્શન એન્ડ કન્ટ્રોલ અવેરનેસ'' સેમિનાર

પ્રિવેન્શન ઇઝ બેટર ધેન કયોરઃ ઝહાબીયા ખોરાકીવાલા

રાજકોટ તા. ૧રઃ  વોકહાર્ટ હોસ્પિટલ દ્વારા મુંબઇમાં ''ઇન્ફેકશન પ્રિવેન્શન એન્ડ કન્ટ્રોલ અવેરનેસ'' એ વિષયે સેમિનારનું આયોજન કર્યું હતું. ઇન્ફેકશનને ફેલાતું અટકાવવા માટેની શ્રેષ્ઠ આરોગ્ય સારવારની રીત અને ઇલાજની માહિતી સેમિનાર આપવામાં આવેલ. વોકહાર્ટ હોસ્પિટલના મેનેજીંગ ડાયરેકટર ઝહાબીયા ખોરાકીવાલાએ આ સેમિનારનું ઉદ્દઘાટન કરેલ આ પ્રસંગે અતિથિ વિશેષપદે એએઅચપીઆઇના ડાયરેકટર જનરલ ડો. ગીધર ગ્યાની પ્રેસીડેન્ટ અનુપમ વર્મા અને ગ્રુપ કલીનીકલ ડાયરેકટર ડો. કલાઇવ ફર્નાન્ડીઝ સેમિનારમાં ઉપસ્થિત રહ્યા હતા. સેમિનારના પ્રારંભે પોતાના પ્રતિભાવ આપતા વોકહાર્ટ હોસ્પિટલ્સના મેનેજીંગ ડાયરેકટર ઝહાબીયા ખોરાકીવાલાએ જણાવેલ હતું કે કોઇપણ રોગને સારવાર કરીને સુધારવો તેના કરતા તે રોગને થતો અટકાવવો તે બાબત જ વધારે સારી અને શ્રેષ્ઠ છે. સ્વાસ્થ્ય સારવાર કરતી સંસ્થાઓનો આ મુદ્રાલેખ હોવો જોઇએ. દર્દીઓની સલામતિ અને પરિણામલક્ષી સારવાર તેઓને મળે તે માટે પાયાની પધ્ધતિઓ દ્વારા ઇન્ફેકશનનું નિયંત્રણ અને અટકાવવું જરૂરી બની રહે છે. વોકહાર્ટ હોસ્પિટલ્સના પ્રેસીડેન્ટ શ્રી અનુપમ વર્માએ જણાવેલ હતું કે દર્દીઓને સલામતિ અને ગુણવતાસભર સેવાઓ પુરી પાડવી એ જ અંતિમ ધ્યેય હોવું જોઇએ તો જ ''જીંદગી જીતે છે'' એ સૂત્ર સાર્થક બને. વોકહાર્ટ હોસ્પિટલ્સના ગ્રુપ કલીનીકલ ડાયરેકટર ડો. કલાઇવ ફર્નાન્ડીઝે જણાવેલ હતું કે ઇન્ફેકશન કંટ્રોલ અને તેને અટકાવવા માટેના જ્ઞાનને આગળ ધપાવવાનું ધ્યેય વોકહાર્ટ હોસ્પિટલનું રહ્યું છે. ઇન્ફેકશન કંટ્રોલ અંગેના આ સેમિનારના આયોજન દ્વારા અમારો નેક ઇરાદો ઇન્ફેકશન કંટ્રોલના તબીબી વિજ્ઞાનની શ્રેષ્ઠ ઇલાજ પધ્ધતિઓનું વિનીમય કરવાનો છે.  સેમિનાર ઇન્ફેકશન કંટ્રોલના વ્યાપક મુદાઓ પર કેન્દ્રવર્તી હતો. જે મુદ્દાઓ જુદી જુદી હોસ્પિટલના વહીવટકર્તાઓ, પરિચારિકાઓ અને સફાઇ કામદારોને ઉપયોગી નીવડશે. સેમિનારમાં પ૦૦ જેટલા લોકોએ ભાગ લીધેલ સેમિનારમાં એપોલો હોસ્પિટલ, બ્રીચકેન્ડી હોસ્પિટલ, કોલંબીયા એશિયા હોસ્પિટલ, ડી. એમ. એસ્ટર હોસ્પિટલ, ગ્લોબલ હોસ્પિટલ, કોકીલાબેન ધીરૂભાઇ અંબાણી હોસ્પિટલ, એસ્ટર મેડીસીટી, જહાંગીર હોસ્પિટલ, નારાયણ હોસ્પિટલ, સહ્યાદ્રી હોસ્પિટલ, દીનાનાથ મંગેશકર હોસ્પિટલ અને વોકહાર્ટ હોસ્પિટલમાંથી આવેલા વકતાઓનો સમાવેશ થાય છે. ઉપરાંત દેશભરમાંથી આવેલા ઉદ્યોગ જગતના તજજ્ઞોએ ઇન્ફેકશન કંટ્રોલ અંગે વિદ્વતાસભર વકતવ્યો આપ્યા હતા.

(4:06 pm IST)