Gujarati News

Gujarati News

News of Friday, 12th January 2018

૬ પાર્ટ ટાઇમ સફાઇ કામદારો કાયમી : પદાધિકારીઓ દ્વારા નિમણૂક પત્રનું વિતરણ

રાજકોટ : મ્યુનિ. કોર્પોરેશનનાં સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગમાં પાર્ટ ટાઈમ તરીકે ફરજ બજાવતા ૬(છ) સફાઈ કામદારોને ફરજના ૧૮૦૦ દિવસ પૂર્ણ થતા આજ (છ) સફાઈ કામદારોને મેયર ડો.જૈમન ઉપાધ્યાય ડે.મેયર ડો.દર્શિતાબેન શાહ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઈ પટેલ, દંડક રાજુભાઈ અદ્યેરા, સેનિટેશન કમીટીના ચેરમેન આશિષભાઈ વાગડિયા, આરોગ્ય સમિતિના ચેરમેન મનીષભાઈ રાડીયાના હસ્તે કાયમી નિમણુંક હુકમ એનાયત કરવામાં આવ્યા. સફાઈ કામદારોની જુદી જુદી માગણીના અનુસંધાને સ્વૈચ્છિક રાજીનામું આપનારના વારસદારને નોકરી, પાર્ટ ટાઈમ કર્મચારીઓ વહેલી તકે કાયમી થાય તેમજ ગંભીર રોગના ભોગ બનેલ કર્મચારીના વારસદાર ને નોકરી મળે વિગેરે જેવા પ્રશ્નો બાબતે સહાનુભૂતિ રાખી નિર્ણય કરવામાં આવેલ છે. આજરોજ ગડીયલ પ્રકાશભાઈ દામજીભાઈ, રાઠોડ ભુપતભાઈ બટુકભાઈ, વાઘેલા મહેન્દ્રભાઈ ચંદુલાલ, ઝાલા સુરેશભાઈ દામજીભાઈ, પુરબીયા બીપીનભાઈ ભીખુભાઈ, ઝાલા વિશાલભાઈ રાજુભાઈ સહિતના સફાઈકામદારને નિમણૂકના હુકમ આપવામાં આવેલ.

(3:58 pm IST)