Gujarati News

Gujarati News

News of Friday, 12th January 2018

તામીલનાડુમાં સોરઠીસંત નદન ગોપાલજીની ૧૭પમી જન્મ જયંતિ ઉજવણી

પૂર્વ કુલપતિ ડો. કમલેશ જોશીપુરા સહિત હજારો મૂળ સૌરાષ્ટ્રવાસીઓની ઉપસ્થિતી

તામીલનાડુમાં વસતા સૌરાષ્ટ્રીયન સમુદાય દ્વારા આયોજિત સોરઠી સંત શ્રીમન નદન ગોપાલ નાયકીની ૧૭પ જન્મજયંતિ નિમિતે મદુરાય, તામિલનાડુ ખાતે આયોજિત વિવિધ કાર્યક્રમો તેમજ નાગરીક સત્કાર સમારોહની તસ્વીર ઉદ્બોધન કરી રહેલ મુખ્ય મહેમાન ડો. કમલેશ જોશીપુરા, આ પ્રસંગે કરાયેલ વિશિષ્ટ નાગરીક સત્કાર. ઉદ્દબોધન કરી રહેલ મધ્યસભા પ્રમુખ રામશેખર તેમજ ધારાસભ્ય સર્વનન તથા કુલપતિ વી.આર. રાજેન્દ્રન તેમજ આર.બી. બાલાસુબ્રમણ્યમ નજરે પડે છે. ઉપસ્થિત વિશાળ સંખ્યામાં સૌરાષ્ટ્ર સમુદાય.

રાજકોટતા. ૧ર : તામીલનાડુમાં વસતા સૌરાષ્ટ્ર સમુદાયનો મદુરાઇ ખાતે આયોજિત સોરઠીસંત નદન ગોપાલ નાયકીની ૧૭પ મી જયંતિ નિમિતે આયોજિત વિરાટ કાર્યક્રમમાં સૌરાષ્ટ્રના વૈદિક કાળની સાંસ્કૃતિક વિરાસતને અનુરૂપ ઉજવણી કરવામાં આવી યુવા સૌરાષ્ટ્રીયન ભાઇ-બહેનોને ગુજરાત સાથે જોડવા અર્થેની સંકલ્પના વ્યકત કરવામાં આવી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ ડો. કમલેશ જોશીપુરાના મુખ્ય મહેમાન તરીકે આયોજિત કાર્યક્રમમાં મદુરાઇ અને તામીલનાડુના વિવિધ વિસ્તારોમાંથી હજારો સૌરાષ્ટ્રીયન ભાઇ-બહેનોએ ભાગ લીધો દિવસભર ચાલેલા વિવિધ કાર્યક્રમોનો પૂર્ણાહુતિ સમારોહ તામીલનાડુના વિવિધ ભાગોમાંથી આવેલા સામાજિક ક્ષેત્રના મહાનુભાવો, રાજકીય અગ્રણીઓ તેમજ કલા, સાહિત્ય અને શૈક્ષણિક ક્ષેત્રની ટોચની હસ્તીઓની ઉપસ્થિતીમાં ગુજરાત રાજય સાથે ઉદ્યોગ અને વ્યાપારથી લઇ અને તમામ ક્ષેત્રે સમન્વય સાધવા અર્થે ખાસ નિર્ણય કરવામાં આવ્યો હતો. ગુજરાત સરકારના નોન રેડીડન્સ ગુજરાતી ફાઉન્ડેશનના માધ્યમથી આ સમુદાય સવિશેષ રીતે આદાનપ્રદાનની પ્રવૃતિ હાથ ધરશે. તામીલનાડુ વિધાનસભામાં તાજેતરમાં ચુંટાયેલા એ.આઇ.એ.ડી.એમ.કે. વિધાનસભ્ય સર્વનન, વિનાયક મિશન યુનિવર્સિટીના કુલપતિ વી.આર.રાજેન્દ્રન, સૌરાષ્ટ્ર મધ્યસભાના નવનિર્વાચીત અધ્યક્ષ વરીષ્ઠ ધારાશાસ્ત્રી રામશેખર, મહામંત્રી આર.બી. બાલાસુબ્રમણ્યમ, એન.એસ.આર. શાંતારામન, ભાજપના પ્રદેશ મહામંત્રી મહાલક્ષ્મી, વિન્ડફાર્મ ક્ષેત્રે આગવી ઓળખ સમાન કે.વી.બાલા, જાણીતા ભાષાશાસ્ત્રી ટી.દામોદરન તેમજ નાયગી ફાઉન્ડેશનના ટી.આર. પ્રકાશકુમાર સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. રાજકોટના પ્રથમ મહિલા મેયર ડો. ભાવના જોષીપુરાને આ પ્રસંગે વિશેષ નિમંત્રીત કરાયા હતા. સાંજના આ ભાગે આ આયોજિત નાગરીક સત્કાર સમારોહમાં ડો. કમલેશ જોશીપુરાનું અને ડો. ભાવના જોશીપુરાનું વિશિષ્ટ નાગરીક સન્માન કરવામાં આવ્યું હતું. સૌરાષ્ટ્રની ભજન પરંપરા અને આગળ વધારી સામાજિક પ્રબોધનના ક્ષેત્રે પાયાનું યોગદાન આપનાર સૌરાષ્ટ્રીયન સંત શ્રી નદન ગોપાલ નાયકીએ સૌરાષ્ટ્ર સમુદાય માટે પાયાનું યોગદાન આપેલ છે અને સૌરાષ્ટ્રસમુદાયના માધ્યમથી જયાં જયાં સૌરાષ્ટ્ર સમુદાય વસે છે ત્યાં આ સંતનુ નામ જોડી અને મંદિરો તથા આશ્રમોની પ્રસ્થાપના કરી છે તેમની ૧૭પ મી જયંતિ નિમિતે મહત્વના ગણી શકાય એવા આ કાર્યક્રમમાં વૈદિક પરંપરા સાથેનો હવન, અત્રે પ્રચલિત એવી વિશિષ્ટ શંખ પૂજા, સુમંગલી પુજા અને સૌરાષ્ટ્રની પરંપરાજ મુજબ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે ડી.એમ.કે. ના અગ્રણી સુરેન્દ્રબાપુ, હાઇકોર્ટ ધારાશાસ્ત્રી શેશાત્રી, કાઉન્સીલ નાગરાજન, શૈક્ષણીક અગ્રણી ગંગાધરનજી, કે.એલ.એમ.ગ્રુપના રાધાક્રષ્નજી, ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ કુમારસેન, મહામંત્રી કે.કે.જી. પ્રભાકરન, સુરેન્દ્રનાથજી, મદુરાય શૈક્ષણીક સંકુલના વડા જવાહર બાબુ, ગણેશજી, જી.આર. સુબ્રમણ્યમ સહિત સર્વક્ષેત્રીય અગ્રણીઓ ઉપસ્થિત રહેલ.

(3:56 pm IST)
  • ભાગેડુ અપરાધી અને ઉદ્યોગપતિ વિજય માલ્યાના પ્રત્યર્પણના કેસમાં લંડનની અદાલતમાં ગુરુવારે યોજાયેલી સુનાવણીનું કોઇ નક્કર પરિણામ આવ્યું નથી. વિજય માલ્યાનું પ્રત્યર્પણ ફરીથી પાછું ઠેલાયું છે. પુરાવાનો સ્વીકાર કરવો કે નહીં તે બાબતે વિજય માલ્યાના વકીલે દલીલ અને રજૂઆત કર્યા બાદ માલ્યાના જામીન બે એપ્રિલ સુધી લંબાવવામાં આવેલ છે. access_time 3:54 pm IST

  • ઇંગ્લેન્ડના નોટિંગઘમ રેલવે સ્ટેશનમાં લાગી ભીષણ આગ : સમગ્ર સ્ટેશન ખાલી કરાવાયું : આગ પર કાબુ મેળવવા અગ્નિશામક તંત્ર લાગ્યું કામે : આતંકી હુમલાની સેવાય રહી સંભાવના access_time 11:01 pm IST

  • અમરેલીના ચક્કરગઢ રોડ ઉપર આંગડિયા પેઢીનો કર્મચારી લુંટાયો :કર્મચારી પાસેથી છરીની અણીએ લૂંટ :ગુજરાત આંગડિયા પેઢીના કર્મચારીને ચાર અજાણ્યા શખ્સો દ્વારા છરીની અણીએ લૂંટી માર મારીને ફરાર:લૂંટમાં ઘાયલ કર્મચારીને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો access_time 12:01 am IST