Gujarati News

Gujarati News

News of Friday, 12th January 2018

પોલીસ કમિશ્નર કચેરીના મુલાકાતીઓ માટે પ્રવેશ નિયમો સજ્જડ બનાવાયા

રાજકોટઃ તાજેતરમાં પોલીસ કમિશ્નર કચેરી કમ્પાઉન્ડમાં પ્રવેશી ઉપસ્થિત કર્મચારીઓ કાંઇ સમજે તે પહેલા વ્યાજખોરાના ત્રાસથી જલદ ઝેરી દવા ગટગટાવી આત્મહત્યા કરી લેનાર સીંધી યુવાનની ઘટના બાદ પોલીસે ધડાધડ પગલા લઇ વ્યાજખોરોને ઝડપી લીધા છે. બીજી તરફ ભવિષ્યમાં આવો બનાવ પોલીસના આંગણે ન બને તે માટે પોલીસ કમિશ્નર કચેરીમાં મુલાકાતીઓ માટેના પ્રવેશ નિયમો સજજડ બનાવાયા છે. પોલીસ કમિશ્નર કચેરીના રેસકોર્ષ તરફના બંન્ને મુખ્ય દરવાજા સદંતર બંધ કરી દેવાયા છે. એક માત્ર ગિરનાર ટોકીઝ તરફના રસ્તા પરનો દરવાજો ખુલ્લો રાખી ત્યાં એન્ટ્રી રજીસ્ટ્રર સાથે પોલીસ સ્ટાફ બેસાડી દેવાયો છે. દરેક મુલાકાતીઓએ અંદર પ્રવેશવું હશે તો પોતાનો નામ, નંબર સહિતની માહીતી અને મુલાકાતનું યોગ્ય કારણ આપવું પડશે. (ફોટોઃ સંદીપ બગથરીયા)

(3:54 pm IST)