Gujarati News

Gujarati News

News of Friday, 12th January 2018

આલ્ફ્રેડ હાઇસ્કુલમાં નિર્માણાધિન મહાત્મા ગાંધી અનુભૂતિ કેન્દ્રમાં બ્રિજ બનાવાશેઃ ૩ કરોડ વધારાનો ખર્ચ

રાજકોટ : આલ્ફ્રેડ હાઇસ્કુલમાં ૧૭ કરોડનાં ખર્ચે મહાત્મા ગાંધી અનુભૂતિ કેન્દ્ર (સત્યપીઠ)નું નિર્માણ ચાલુ છે. તેની રિવ્યુ મીટીંગ આજે સ્થળ પર જ રિવ્યુ મીટીંગ યોજી અને આ સ્થળે મુલાકાતીઓ માટે લોખંડનો બ્રીજ બનાવવા સ્થળ પર જ નિર્ણય લેવાયો હતો.  આ અંગે સત્તાવાર યાદીમાં જણાવ્યા મુજબ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જવાહર રોડ પર આવેલજૂની આલ્ફ્રેડ હાઇસ્કુલને મહાત્મા ગાંધી અનુભૂતિ કેન્દ્રમાં તબદીલ કરવાના કામના અનુસંધાને મેયર ડો.જૈમન ઉપાધ્યાય તથા સ્ટેન્ડીંગ કમીટી ચેરમેન પુષ્કરભાઇ પટેલે આજે સ્થળ પર જ રીવ્યુ બેઠક બોલાવેલ.  આ પ્રોજેકટ માટે કુલ રૂ. ૧પ,૮પ,૦૦૦,૦૦ ના ખર્ચે સીવીલ તેમજ ઇન્ટીરીયર કામો તેમજ રૂ. ૧,૧૪,૦૦૦,૦૦ ના ખર્ચે ઓડીયો સેટ તેમજ પાંચ વર્ષ માટે નિભાવ મરામત રૂ. પ,રપ,૦૦૦,૦૦ ના ખર્ચે આ પ્રોજેકટનું કામ શરૂ કરવામાં આવેલ આ કામના કન્સલટન્ટ શ્રી રાહીનો એન્જીનીયર્સ પ્રા. લી.ના તજજ્ઞ  માર્ગદર્શન મુજબ કરવામાં આવી રહેલ છે. જેમાં વધારાના કામમાં લોખંડનો બ્રિજ બનાવવા નિર્ણય લેવાયો છે. હાલ આ કામના કન્ટેન્ટ એપ્રુવલની તેમજ અન્ય વીઆઇપી  લોન્જ, કનેકિટવીટી બ્રીજ સહિતની કાર્યવાહી ગતિમાં છે. તેમજ ઇલેકટ્રીકફીકેશન તથા સીવીલકામોમાં ફલોરીંગ કામ તેમજ ઐતિહાસીક વારસાની જાળવણી સાથે બિલ્ડીંગને સ્ટ્રેન્ધનીંગ તથા સીવીલ કામોમાં ફલોરીંગ કામ તેમજ ઐતિહાસીક વારસાની જાળવણી સાથે બિલ્ડીંગને સ્ટ્રેન્ધનીંગ કરવાનું કામ પણ ગતિમાં છે. મેયર ડો. જૈમન ઉપાધ્યાય તથા સ્ટેન્ડીંગ કમીટી ચેરમેન પુષ્કરભાઇ પટેલ દ્વારા સીટી. એન્જીનીયર ચીરાગ પંડયાને આ પ્રોજેકટ ઉત્કૃષ્ટ કક્ષાનો બની રહે તે માટે જરૂરી સુચનો કરવામાં આવેલ તેમજ આ પ્રોજેકટની કામગીરી સમયમર્યાદામાં પુર્ણ થાય તે બાબતે તાકીદ કરવામાં આવેલ. જે તસ્વીરમાં દર્શાય છે. મેયરશ્રીએ ઉમેર્યુ હતું કે આ બ્રિજ ઉપરાંત વધારાનાં કામ માટે અંદાજે ૩ કરોડનો ખર્ચ થશે. (પ-ર૭)

(3:48 pm IST)