Gujarati News

Gujarati News

News of Friday, 12th January 2018

મકરસંક્રાત મહોત્સવની મોંઘેરી મહિમા અને મહતા

સુષ્ટિનું સોૈથી પુરાતન  અને સનાતન સાહિત્ય એટલે વેદ ઇ.ેસ. પૂર્વે કેટલાય શતાબ્દી પહેલા નિર્મિત ઋણવેદ માત્ર પંચ મહાભુતોની શ્લોક સ્તૃતિ કાવ્યા માત્ર નથી પરંતુ આજના વિજ્ઞાનને પણ વિમાસણમાં મેલે એવા  મહા-ભવ્ય જ્ઞાનથી પણ ભરપુર છે આ સોૈથી પ્રાચીન મનાતા વેદમાં ૧૦ મંડલ અને ૧૦૫૫૨ મંત્રો છે. તેના રચયિતા ઋષિ-મુનિ-મહર્ષિઓએ નિસર્ગના મુળ તત્વો, અગ્નિ, જળ, વાયુ, પુથ્વી, અને આકાશ ઉપરાંત સુર્ય અને ચંદ્રને પણ અગ્રીમ સ્થાન આપેલ છે. આર્યો સુર્યના ઉપાસક હતા. દક્ષિણાયન અને ઉતરાયણ એ તેમની મોૈલિક વૈજ્ઞાનિક શોધ છે.  સુર્ય અને ચંદ્ર દેવારાજ વનસ્પતિ અને પ્રાણીઓનું  પાલન પોષણ સવર્ધન અને રક્ષણ  થાય છે. એવુ વેદ કહે છે. આદિવ્ય (સુર્ય)ના અનેક મંત્રો ઋગવેદમાં છે.

સુર્ય આત્મા જગતસ્થુષશ્ચ અર્થાત સુર્ય સંસારની સમસ્ત સ્થાવર, જંગમ મિલકતનો આત્મા છે. સંસારના તમામ પ્રાણીઓ અને એનો સંપુર્ણ ભોૈતિક વિકાસ સુર્ય સત્તા ઉપર સ્થિત છે. સુર્ય શકિતથી જ સર્વે સુખો શકય બને છે. સુર્ય પોતાના દિવ્ય, ભવ્ય, સપ્તરંગી રશ્મિથી સુષ્ટિના કણે-કણમાં પ્રાણનો સંચાર કરે છે. ચાહે એ વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણ દ્વારા હવામાંથી આહાર ખેંચી કલોરોફિલ બનાવે યા માનવી અન્ન દ્વારા પોતાનું તન તંદુરસ્ત બનાવે આ  સર્વે શકિતનું ઉદગમ સ્થાન એકજ છે, અવકાશમાંથી પ્રાણશકિતની અદભુત, અલોૈકીક  અમૃતવર્ષા કરતો અખુટ શકિતનો અક્ષય ભંડાર ભગવાન ભુવન ભાસ્કર.

 યર્જુવેદ (૨૩/૪૮) 'બ્રહ્મ સુર્યસમ જયોતિ' બ્રહ્મને સુર્યની જયોતિ કહી છે ઋગ્વેગ (૧/૯૯/૪) વિવસ્થાન, પુષા, ત્વષ્ટા, ધાતા, વિધાતા, સવિતા, મિત્રવરૂણ, આદિત્ય શુક્ર, ઉરુક્રમ, વિષ્ણુ વિગેરે વિવિધ દેવતાઓના નામ હોવા છતાં આ સર્વે નામો સુર્યને સમર્પીત બતાવવામાં આવ્યા છે.  સુર્ર્ય સંક્રાતિ ન થાય એને 'મલમાસ' એટલે કે અધિકમાસ કહેવાય દર અઢીવર્ષે આવુ બને છે. એવું કહેવાય છે કે દેવયાન અને પિતૃયાન એટલે કે   દેવતાઓ અને પિતૃઓનું અયન-નિવાસ સ્થાન સુમેરુ પર્વત ઉપર ધ્રુવ નાચની નીચે છે અંતઃ સુર્ય જયાં સુધી ઉતરીય ગોલમાં રહે ત્યાં સુધી દેવતાઓ અને પિતૃઓનો દિવસ અને છ મહિનાની રાત્રિ ગણી, આઅપણું આખું વર્ષ બરાબર તેમનો એક દિવસ ગણવામાં આવે છે.

 આમ મકરસંક્રાતિના મંગલમય દિને સુર્યનારાયણ ઉત્તરીય ગોલ એટલેકે અમૃતમય  માર્ગે આગળ વધી મકર રાશિમાં મગલ પ્રવેશ કરે છે. અને એ સાથે દેવતાઓ અને પિતૃઓના પુનિત પ્રભાવનો પ્રારંભ થાય છે, આજકારણે મહાભારતના યુધ્ધ દરમ્યાન મૃત્યુ- શૈયા પર પોઢેલા ભીષ્મ પિતાહે પોતાના મુત્યુને ઉત્તરાયણ  સુધી આવતો અટકાવ્યો હતો કારણ કે દક્ષિણાયનને આપણા શાસ્ત્રકોએ અસુરની ઉપમાં આપી છે. દક્ષિણાયન એ શનિ અને યમનું કાર્ય છેત્ર છે. જેથી ત્યાં સર્વત્ર અંધકાર છે, વળી ત્યાં અંધતામિસ નાયક નરક આવેલું છે, એવુ કહેવાય છે, અને એટલે કે પ્રકાશ તરફ ગતિ કરવા ઉત્તરાયણ સુધી ભીષ્મપિતામહે પોતાના મુત્યુને ચેકી રાખ્યું હતુ. ગીતામાં પણ કહયું છે કે જે બ્રહ્મવેતા યોગી ઉત્તરાયણના છમાસ દિવસના પ્રકાશમાં શુકલ પક્ષમાં પોતાના પ્રાણ છોડે છે તે બ્રહ્મને પામે છે અને એટલે જ આ પાવક પર્વની સવિશેષ મહિમા અને મહતા છે આ દિવસે ધન અનેસ્નાનનું અદકેરું મહત્વ અને મહાત્મય છે આ દિવસે  પ્રયાગ, હરીદ્વાર, પુષ્કર, નાસિક વગેરે પવિત્ર સ્થળે લોકો શ્રધ્ધા પુર્વક સ્નાન કરી યથાશકિત અવશ્ચ દાન કરે છે. આ દિવસે ગંગાસીગર સ્નાનનો તો અનેરો મહિમા છે કહેવાય છે કે ' સબ તિરથ બાર બાર, ગંગા સાગર એક બાર કહેવાય છે કે વર્ષ દરમ્યાન આ દિવસોમાં એક સપ્તાહ સમુદ્ર માંથી આ ટાપુ બહાર આવે છે., અને એટલે જ  આ અદભુત ઘટનાને આસ્થાથી વધાવતાં લાખો શ્રધ્ધાળુઓ મકરસંક્રાતિના દિવસે અહિં સ્નાન કરી કૃતાર્થ થયાની લાગણી અનુભવે છે.

ઘનશ્યામ ઠક્કર- રાજકોટ

(ગાયત્રી ઉપાસક)

(3:44 pm IST)