Gujarati News

Gujarati News

News of Friday, 12th January 2018

આકાશવાણી ચોકમાં કારણવગર રિક્ષાચાલક મોચી યુવાનને પાઇપ ફટકારી રિક્ષામાં તોડફોડ

રેલનગરના ધર્મેશ યાદવની ફરિયાદ પરથી બે અજાણ્યા સામે ફરિયાદ

રાજકોટ તા. ૧૨: યુનિવર્સિટી રોડ પર આકાશવાણી ચોક એસ.એન. કે. સ્કૂલ સામે મોચી યુવાનને બે અજાણ્યા શખ્સોએ પાઇપથી માર મારી તેની રિક્ષાનું હુડ ફાડી નાંખી નુકસાન કરતાં ફરિયાદ થઇ છે. કોઇપણ જાતના કારણ વગર આ હુમલો કરાયાનું મોચી યુવાને કહ્યું હતું.

યુનિવર્સિટી પોલીસ મથકના પી.એસ.આઇ. એચ. બી. ગઢવીએ રેલનગર સનરાઇઝ સ્કૂલવાળી શેરીમાં અમી પાર્ક પાસે શ્યામજી કૃષ્ણ વર્મા ટાઉનશીપ બી-વીંગ સી-૫૦૮માં રહેતાં રિક્ષાચાલક ધર્મેશ હરેશભાઇ યાદવ (ઉ.૨૮)ની ફરિયાદ પરથી હોન્ડા પર આવેલા બે શખ્સો સામે ગુનો નોંધ્યો છે. ધર્મેશના કહેવા મુજબ પોતે આકાશવાણી ચોકમાં મુસાફરોને ઉતારીને ઉભો હતો ત્યારે અચાનક બાઇક પર આવેલા શખ્સો કંઈપણ બોલ્યા વગર પાઇપથી માર મારી રિક્ષા નં. જીજે૩એવી-૧૯૬૯ના હૂડમાં તોડફોડ કરી ભાગી ગયા હતાં. પોલીસે આ શખ્સોની શોધખોળ હાથ ધરી છે.

(12:44 pm IST)