Gujarati News

Gujarati News

News of Wednesday, 11th December 2019

રાજકોટ મચ્છુ કઠીયા સઈ સુતાર (દરજી) જ્ઞાતિના સમુહલગ્નઃ ૧૧ દીકરીઓના પ્રભુતામાં પગલા

રાજકોટ મચ્છુ કઠીયા સઈ સુતાર જ્ઞાતિ ટ્રસ્ટ ૧૪-એ દ્વારા ૧૫માં સમુહ લગ્નમાં સમાજની ૧૧ દિકરીઓએ પ્રભુતામાં પગલા પાડેલ હતા. કરીયાવરમાં કબાટ, સેટી, પલંગ, ગાદલા, ટીપાઈ ખુરશી વિ.વસ્તુઓ આપવામાં આવેલ કુવાડવા રોડ વિવાહ પાર્ટી પ્લોટ ખાતે યોજાએલ સમુહલગ્નમાં તમામ કન્યાઓને સફેદ શણગારેલ એકટીવા દ્વારા સાફાથી સજજ જ્ઞાતિની બાળાઓ દ્વારા સમારંભનાં સ્ટેજ લાવવામાં આવેલ. ૧૧ કન્યા દ્વારા મંગલદીપ પ્રગટાવી પ્રાર્થનાથી સમારંભનું ઉદ્ઘાટન કરવામાં આવેલ. આ લગ્ન સમારંભમાં જ્ઞાતિજનોનું સન્માન કરવામાં આવેલ.

(3:59 pm IST)