Gujarati News

Gujarati News

News of Wednesday, 11th December 2019

પૂ.ધીરગુરૂદેવ પ્રેરિત શ્રમણી વિદ્યાપીઠને ફંડ

રાજકોટઃ શ્રી ઘાટકોપર સ્થા.જૈન મોટા સંઘ, હિંગવાલા લેન સંચાલિત શ્રમણી વિદ્યાપીઠ ભારતભરમાં મોખરાનું સ્થાન ધરાવે છે. ૧૯૭૦થી આજ સુધીમાં ૪૫૦ જેટલા સંત- સતીજી- વૈરાગી પાંચ વર્ષનો અભ્યાસ કરી ચૂકયા છે. હાલમાં મહાસતીજીઓ જ્ઞાનાભ્યાસ કરી રહેલ છે. શ્રમણી વિદ્યાપીઠના જ્ઞાનદાતા સંઘવી પરિવાર તરફથી રૂા.૨૫ લાખનું અનુદાન પ્રાપ્ત થતાં માલિનીબેન, ઉમેશભાઈ, પર્લી- કેતન, વિનસ, બ્રુનેલના હસ્તે તકતી અનાવરણ વિધિ યોજાયેલ.

આ પ્રસંગે કાયમી અનુમોદક દાતા શ્રેણી રૂા.૧લાખ અને પ્રેરકદાતા શ્રેણી રૂા.૫૧ હજારમાં ભાવિકો તેમજ સંઘો જોડાયા હતા. માતુશ્રી નલિનીબેન મહેન્દ્રભાઈ દોશીએ ૫ લાખ જાહેર કરી સહુનો ઉમંગ વધાર્યો હતો.

પૂ.શ્રી ધીરજમુનિ મ.સા.એ જ્ઞાનદાનની પ્રવૃત્તિને વેગવાન બનાવવા અનુરોધ કરેલ. સંઘ પ્રેરિત કલકતા ચાતુર્માસ વિહાર શુભેચ્છા સમારોહમાં ભાવની પુર સંઘે સકલ સંઘને પધારવા તેમજ ઘાટકોપરના સંઘો પવઈ વગેરેએ શુભેચ્છા અને મુલુંડ સંઘે ઈ.સ.૨૦૨૩ના ચાર્તુમાસની વિનંતી કરેલ. જયારે વિલેપારલેમાં કાયમી વૈયાવચ્ચમાં સેવાભાવી સુમતિબેન રમેશભાઈ મહેતા પાલનપુરવાળા પરિવારે રૂા.૫૧ લાખનું અનુદાન અર્પણ કરતાં તકતી અનાવરણ વિધિ જયોત્સ્નાબેન મહેતા, શકુંતલાબેન મહેતા વગેરેએ કરેલ.

(3:58 pm IST)