Gujarati News

Gujarati News

News of Wednesday, 11th December 2019

મ્યુ.કોર્પોરેશન અને સમસ્ત ભરવાડ સમાજ દ્વારા 'માં કાર્ડ' કેમ્પ યોજાયોઃ ૨૨૫ પરિવારોએ લાભ લીધો

રાજકોટઃ મહાનગરપાલિકા દ્વારા શહેરના જુદા જુદા વિસ્તારોમાં છેવાડાના માનવીને આરોગ્ય સેવા પૂરી પડવાના ઉદેશથી જરૂરતમંદ શહેરીજનો માટે રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય સમિતિ તથા સમસ્ત ભરવાડ સમાજ રાજકોટ દ્વારા મચ્છુમાંનું  મંદિર, દિવાનપરા-૨ રાજકોટ ખાતે 'માં વાત્સલ્ય કેમ્પ' યોજવામાં આવેલ. આ કેમ્પમાં શ્રી સમસ્ત ભરવાડ સમાજના ૨૨૫ પરિવારોને માં વાત્સલ્ય કાર્ડ કાઢી આપવામાં આવેલ. આ કેમ્પનું ઉદદ્યાટન ગોવિંદભાઈ પટેલ દ્વારા દિપ પ્રાગટ્ય કરી શુભારંભ કરવામાં આવેલ. તેમજ કાર્યક્રમમાં અધ્યક્ષ તરીકે બીનાબેન આચાર્ય હાજર રહેલ. આ કેમ્પમાં પ્રેરણાદાયી ઉપસ્થિતિ તરીકે મોહનભાઈ કુંડારિયા, ધનસુખભાઈ ભંડેરી, કમલેશભાઈ મીરાણી , નીતિનભાઈ ભારદ્વાજ, અરવિંદભાઈ  રૈયાણી , લાખાભાઈ સાગઠીયા, ભાનુબેન બાબરીયા, અંજલીબેન રૂપાણી, ભીખાભાઈ વસોયા, અશ્વિનભાઈ મોલીયા, દલસુખભાઈ જાગાણી , અજયભાઈ પરમાર, જીતુભાઈ કોઠારી,  દેવાંગભાઈ માંકડ, કિશોરભાઈ રાઠોડ, કશ્યપભાઈ શુકલ, મીનાબેન પારેખ, હિરલબેન મહેતા, અનિલભાઈ પારેખ, સુરેન્દ્રસિંહ વાળા , રમેશભાઈ દોમડીયા, અનિલભાઈ લિંબડ, નીખીલભાઈ મહેતા ઉપસ્થિત રહેલ હતા.

(3:58 pm IST)
  • વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને લીધે કાલથી કાશ્મીર સહીત ઉત્તર ભારતના વિસ્તારોમાં ભારે બરફવર્ષાનો પ્રારંભ access_time 10:14 pm IST

  • જીએસટી કાઉન્સીલે નિયુકત કરેલા રેવન્યુ બાબતના ઓફીસરોની એક મહત્વની બેઠક અત્યારે સાંજે પૂરી થઇ જેમાં આ અધિકારીઓએ ૫% જીએસટીનો સ્લેબ વધારીને ૮ % કરવાનો અને ૧૨ % જીએસટીનો સ્લેબ વધારીને ૧૫ ટકા કરવાની ભલામણ કરી છે (ન્યુઝ ફર્સ્ટ દ્વારા) access_time 5:27 pm IST

  • ગાંધીધામના પડાણા હાઈવે પર અકસ્માત : અજાણ્યા વાહનની ટક્કરે બાઈક ચાલકનું મોત : ગાંધીધામ બી ડિવિઝન પોલીસે નોંધ્યો ગુનો: માથાના ભાગે ઈજાઓ થતા યુવાનનું મોત access_time 1:21 am IST