Gujarati News

Gujarati News

News of Wednesday, 11th December 2019

મ્યુનિસિપલ કોર્પોરેશન કચેરીના પ્રાંગણમાં 'સદ્દભાવના જ્યોત'ની પ્રતિકૃતિમાં 'સાવરણા' ઉગી નીકળ્યા!

રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની ઢેબર રોડ પરની મુખ્ય કચેરીમાં આવતાં-જતાં લોકોના હૃદયમાં કોઇને કોઇ પ્રકારની સદ્દભાવના ઉત્પન્ન થાય (કદાચ) એ હેતુથી સદ્દભાવના જ્યોતની વિશાળ પ્રતિકૃતિ રાખવામાં આવી છે. આ પ્રતિકૃતિમાં દેશના મહાન ક્રાંતિકારીઓના ચહેરાઓ આકૃતિક થયેલા છે. કોર્પોરેશન કચેરીના પટાંગણમાં જ રખાયેલી આ પ્રતિકૃતિની નિયમીત સાફસફાઇ થાય છે અને જાળવણી રાખવામાં આવે છે. પરંતુ કોઇએ અજાણતા કે પછી બેધ્યાનપણે આ પ્રતિકૃતિમાં સાવરણા રાખી દીધા હતાં!...આ દ્રશ્ય જોઇને લોકો મજાકમાં એવું બોલી ઉઠ્યા હતાં કે...અહિ આમ તો બીજું ઘણું-ઘણું ઉગે છે, પણ હવે સદ્દભાવના જ્યોતની પ્રતિકૃતિમાં સાવરણા ઉગ્યા!!!

કિલક - કહાની

તસ્વીર - અહેવાલ

અશોક બગથરીયા

(3:51 pm IST)
  • માધાપરમાં દુષ્કર્મનો ભોગ બનનાર કિશોરીને ધમકી:ગત ઓગસ્ટ માસમાં નોંધાવી હતી દુષ્કર્મની ફરિયાદ: માધાપરના હોમિયોપેથીક તબીબ સામે નોંધાયો હતો ગુનો:અજાણ્યા બુકાનીધારીએ કેસ પરત ખેંચી લેવા આપી ધમકી access_time 1:24 am IST

  • જીએસટી કાઉન્સીલે નિયુકત કરેલા રેવન્યુ બાબતના ઓફીસરોની એક મહત્વની બેઠક અત્યારે સાંજે પૂરી થઇ જેમાં આ અધિકારીઓએ ૫% જીએસટીનો સ્લેબ વધારીને ૮ % કરવાનો અને ૧૨ % જીએસટીનો સ્લેબ વધારીને ૧૫ ટકા કરવાની ભલામણ કરી છે (ન્યુઝ ફર્સ્ટ દ્વારા) access_time 5:27 pm IST

  • દુધઇમાં ટ્રક હડફેટે યુવાનનું મોત: બસ સ્ટેશન સામે જ બન્યો કરૂણ બનાવ:ટ્રકે બાઈકને ટક્કર મારતા યુવાનનું મૃત્યુ:દુધઈ પોલીસ દ્વારા ઘટનાની હાથ ધરી તપાસ access_time 1:22 am IST