Gujarati News

Gujarati News

News of Wednesday, 11th December 2019

બાર એસો. દ્વારા મહેસુલ કર્મચારીઓના પ્રશ્ને કલેકટરને આવેદનપત્ર પાઠવાયું

રાજકોટઃ બાર એસો. દ્વારા કલેકટરને આવેદનપત્ર આપી રહેલા પ્રમુખ બકુલભાઇ રાજાણી, ઉપ પ્રમુખ સિધ્ધરાજસિંહ જાડેજા, સેક્રેટરી જીજ્ઞેશ જોષી, કારોબારી સભ્ય સંજય પંડયા, પંકજ દોંગા, પિયુષ સખીયા, ભુપેન્દ્રસિંહ જાડેજા આવેદનપત્ર આપતા નજરે પડે છે.

રાજકોટ તા. ૧૧: મહેસુલ કર્મચારીશ્રીઓના પડતર પ્રશ્નો બાબતે ચાલી રહેલ અચોકકસ મુદતની હડતાલ બાબત નાગરીકોને પડતી મુશ્કેલીઓ બાબતે આજે રાજકોટ બાર એસો.ના પ્રમુખ બકુલભાઇ રાજાણીની આગેવાની હેઠળ સેક્રેટરી જીજ્ઞેશભાઇ જોષી સહિતના હોદેદારોએ કલેકટરશ્રીને આવેદનપત્ર પાઠવ્યું હતું.

ઉપરોકત વિષય પરત્વે જણાવવાનું કે તાજેતરમાં મહેસુલી કર્મચારીશ્રીઓ દ્વારા પોતાની રજુઆત સબંધે તારીખ ૯/૧ર/ર૦૧૯ થી અચોકકસ મુદતની હડતાલ જાહેર કરવામાં આવેલ છે જે હજુ પુર્ણ થયેલ નથી જે સબંધે નાગરીકોને કચેરી કામકાજમાં ખુબજ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે તેમના પ્રશ્નોનું નિરાકરણ લાવી શકાતું નથી સામાન્ય નાગરીકો આ સ્થિતિમાં દરેક કચેરીએ ધકકા ખાઇ રહેલ છે જે બાબત જાગરૂત અને પ્રતિષ્ઠિત એશોસીએશન તરીકે અમારી નૈતીક ફરજ અનુસાર સદરહું બાબતે મહેસુલી કર્મચારીઓની જાહેર જનતામાં નકારાત્મક ભાવના ઉદભવી રહી છે જે ભવિષ્યમાં વહીવટી તંત્ર માટે હીતાવહ ન હોય જે ધ્યાને લેવા અને સરકારશ્રી કક્ષાએ આ બાબતે તાત્કાલીક ઘટતું કરવા વિનંતી છે.

આ આવેદનપત્ર આપવામાં રાજકોટ બાર એશોસીએશનના પ્રમુખ બકુલભાઇ રાજાણી, ઉપ પ્રમુખ સિધ્ધરાજસિંહ જાડેજા, સેક્રેટરી ડો. જીજ્ઞેશભાઇ જોષી, જોઇન્ટ સેક્રેટરી નિલેશભાઇ પટેલ, ટ્રેઝરર અમીતભાઇ ભગત, લાયબ્રેરી સેક્રેટરી મોનીશભાઇ જોશી તથા કારોબારી સભ્ય સર્વે નીશાંતભાઇ જોશી, સુમીતભાઇ વોરા, જીતેન્દ્રભાઇ પારેખ, મનીષભાઇ આચાર્ય, પંકજભાઇ દોગા, રેખાબેન પટેલ, સંદીપભાઇ જોશી, રીતેશભાઇ ટોપીયા, સંજયભાઇ પંડયા, રાજેશભાઇ ચાવડા, ભુપેન્દ્રસિંહ જાડેજા, સખીયા પિયુષ હાજર રહેલ હતા.

(3:50 pm IST)