Gujarati News

Gujarati News

News of Wednesday, 11th December 2019

વોર્ડ નં. ૧૦ની વૃંદાવન સોસાયટીમાં ખાડા-ટેકરાવાળો ડામર રોડ બનાવનાર ઉદય કન્સ્ટ્રકશનને ફરી રોડ બનાવવા આદેશ

એકશન પ્લાન હેઠળના આ રોડ હલકી કક્ષાનો બનાવાતા હવે કોન્ટ્રાકટરે તેના ખર્ચે નવો બનાવી દેવો પડશેઃ કમિશનર ઉદિત અગ્રવાલનો સપાટો

રાજકોટ તા. ૧૧ :..  શહેરનાં વોર્ડ નં. ૧૦ માં આવેલ વૃંદાવન સોસાયટીમાં ખાડા- ટેંકરાવાળો રોડ બનાવનાર ડામર રોડનાં કોન્ટ્રાકટરને તેનાં જ ખર્ચે ફરી નવો રોડ બનાવી આપવા મ્યુ. કમિશનર ઉદિત અગ્રવાલે હુકમ કર્યો છે.

આ અંગે સત્તાવાર જાહેરાતમાં જણાવયું છે કે, રાજકોટ શહેરના વોર્ડ નં.૧૦માં આવેલ વૃંદાવન સોસાયટીની શેરી નં. ૪,૫,૬ અને ૭ માં ડામર રીકાર્પેટનું કામ કરનાર કોન્ટ્રાકટ એજન્સી શ્રી ઉદય કન્સ્ટ્રકશન દ્વારા શેરીના છેવાડાના ભાગમાં રીકાર્પેટ પર રોલિંગ કરાયું નહી હોવાથી આ કામમાં કોન્ટ્રાકટરની ક્ષતિ જણાતા મ્યુનિ. કમિશનર  ઉદિત અગ્રવાલે આ એજન્સીના ખર્ચે તેની પાસે જ ફરી વખત આ શેરીઓમાં ડામર રીસર્ફેસિંગ કરાવવા આદેશ કર્યો છે.

 એકશન પ્લાન હેઠળ નવેમ્બર માસમાં વોર્ડ નં.૧૦માં આવેલ વૃંદાવન સોસાયટીની શેરી નં. ૪,૫,૬ અને ૭ માં ડામર રીકાર્પેટનું કામ કરવામાં આવ્યું તે વખતે વિજીલન્સ ટેક દ્વારા થયેલ નિરીક્ષણમાં એવું ધ્યાને અઆવ્યું હતું કે, રીકાર્પેટ પર પ્રોપર રોલિંગ કરવામાં આવ્યું નથી. આ બાબત મ્યુનિ. કમિશનરશ્રીના ધ્યાને મુકવામાં આવતા કોન્ટ્રાકટ એજન્સી ઉદય કન્સ્ટ્રકશનના ખર્ચે જ રીસર્ફેસિંગ કરાવવા આદેશ કરવામાં આવેલ છે.

(3:49 pm IST)