Gujarati News

Gujarati News

News of Wednesday, 11th December 2019

એરપોર્ટ આસપાસથી મોબાઇલ ટાવર-હોર્ડીંગ દૂર કરવા કલેકટરના આદેશો

૩૦ દિવસનો અપાતો સમયઃ ૧૦ કિ.મી.નો એરીયો આવરી લેવા સુચનાઃ ૩ માળ ઉપરના મકાનો પર લાલ લાઇટો ફરજીયાત બનાવાશે : એરપોર્ટ કમીટીની મીટીંગ મળીઃ સુરક્ષામાં કોઇ કચાશ નહિ ચલાવી લેવાયઃ એરપોર્ટ ફરતે દબાણો ગંદકી-કચરો અંગે RMC-PGVCL ને સુચના

રાજકોટ તા. ૧૧ : રાજકોટના વર્તમાન એરપોર્ટની અંદર બહાર-પ્લેન લેન્ડીંગ-ટેકઓફ તથા અન્ય કોઇપણ બાબતે સુરક્ષામાં કોઇ કચાશ નહિ ચલાવી લેવાય અને તાકિદે જરૂરીયાત મુજબ પગલા લેવા કલેકટરે ગઇકાલે બપોરે મળેલી એરપોર્ટ એન્વાયરોમેન તથા સુરક્ષા અંગેની કમીટીની મળેલી બેઠકમાં આદેશો કર્યા હતા.

કલેકટરે સુચના આપી હતી કે ઉડ્ડયન એરીયામાં મોબાઇલ ટાવર-મોટા ઉંચા-હોર્ડિંગો-ચીમનીઓ જે આવેલી છે, તે ૩૦ દિવસમાં ઉતરાવી લ્યો...કોર્પોરેશન અને સંબંધિત ખાતુ પર્સનલી લોકોને - એજન્સીને સમજાવી ઉતરાવી લ્યે...નહી તો કડક પગલા આવી શકે છ.ે

કલેકટરે નિર્દેશ આપ્યો હતો કે ૧+૩ માળના મકાન હોય તો તે મકાનની ટેરેસ ઉપર લાલ લાઇટ ખાસ જરૂરી છે, અને તે અંગે સુચના આપવી એરપોર્ટની આસપાસનો ૧૦ કિ.મી.નો એરીયો આવરી લેવા કલેકટરે નિર્દેશો કર્યા હતા.

અત્રે એ નોંધનીય છે કે એરપોર્ટ ઓથોરીટી પાસે ખાસ પ્રકારનો સોફટવેર છે. આસપાસનું સ્થળનું લોકેશન નાખે એટલે સોફટવેર...મકાન-મોબાઇલ, ટાવર -હોર્ડિંગની હાઇટ બતાવી દયે છે... જીઇબી-કોર્પોરેશનના પોલની હાઇટ ૭ મીટર હોય છે...જેમાં કોઇ તકલીફ રહેતી નથી.

આ મીટીંગમાં કલેકટર ઉપરાંત અધીક કલેકટર શ્રી પરિમલ પંડયા, એરપોર્ટના શ્રી શર્મા, ડીસીપીશ્રી જાડેજા, કોર્પોરેશન-વીજતંત્રના અધીકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

(3:39 pm IST)