Gujarati News

Gujarati News

News of Wednesday, 11th December 2019

રર થી ર૬ જાન્યુઆરી રંગા-રંગ કાર્યક્રમો : ર૫ મીએ રાજકોટ પર મેગાડ્રામા

પ્રજાસત્તાક પર્વની રાજયકક્ષાની ધુમ-ધડાકાભેર ઉજવણીની તડામાર તૈયારીઓ : રરમીએ નેહા કકર નાઇટ :ર૩મીએ કે. હરિહરન ડોલાવશે :ર૪મીએ આશા ભોંસલે ઝુમાવશે : ર૬મીએ મહાત્મા મ્યુઝિયમ ખાતે 'એટ હોમ' સેેરેમની : રપ હજાર વિદ્યાર્થીઓ યોગા ઇવેન્ટ સહિતના કાર્યક્રમો યોજાશે : કલેકટર રેમ્યા મોહનની અધ્યક્ષતામાં યોજાયેલ મીટીંગમાં આયોજનને આખરી ઓપ અપાયો

રાજકોટ, તા. ૧૧ :  આગામી તા. ર૬ મી જાન્યુઆરી એ પ્રજાસત્તાક પર્વની રાજકોટમાં રાજયકક્ષાની ઉજવણી થનાર છે. આ પ્રસંગે તા. રરથી ર૬ જાન્યુઆરી સુધી ગીત-સંગીત, સાંસ્કૃતિક અને પ્રજાલક્ષી કાર્યક્રમોનું ધુમ-ધડાકાભેર આયોજન કરી આ ઉત્સવને અનેરો બનાવવા માટે જીલ્લા કલેકટર, મ્યુ. કોર્પોરેશન, પોલીસ, વીજકંપની સહિતનાં સરકારી વિભાગો દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવાઇ છે.

આ અંગે કલેટકર કચેરીનાં સત્તાવાર સુત્રોનાં જણાવ્યા મુજબ કલેકટર રેમ્યા મોહનના અધ્યક્ષ સ્થાને પ્રજાસત્તાક પર્વની રાજય કક્ષાની ઉજવણીનાં કાર્યક્રમોનાં આયોજન માટે પોલીસ મ્યુ. કોર્પોરેશન, વીજકંપની વગેરે સરકારી વિભાગોની બેઠક યોજાયેલ.

આ બેઠકમાં લેવાયેલ નિર્ણય મુજબ રરમીએ પોલીસ દ્વારા બોલીવુડની સુપ્રસિધ્ધ ગાયિકા ''નેહા કકર મ્યુઝીકલ નાઇટ''નું ભવ્ય આયોજન થશે.

જયારે કલેકટર તંત્ર ર૩ મીએ સાઉથના સુરિલા સીંગર કે. હરિહરનની મધુરી સંગીત સંધ્યાનું આયોજન કરનાર છે અને ર૪ મીએ મ્યુ. કોર્પોરેશન દ્વારા મેલેન્ડીકવીન આશા ભોંસલેની ધમાકેદાર સંગીત-સંધ્યાનો જલ્સો ગોઠવવામાં આવનાર છે.

આ ઉપરાંત રપમી જાન્યુઆરીમાં મુખ્ય કાર્યક્રમ મેંગા ઇવેન્ટ યોજાશે. જેમાં રાજકોટ શહેરનાં સર્જનથી લઇ અને અત્યાર સુધીની સફર રજુ કરતો ડ્રામા રજુ થશે જેમાં રાજકોટ કેવી રીતે બન્યુ. તેનો ઇતિહાસ ત્યારબાદ રાજકોટની રાજાશાહી, અંગ્રેજ હકુમત વખતનું રાજકોટ, મહાત્માં ગાંધીજી અને રાજકોટ, આઝાદી પછી રાજકોટનો વિકાસ, દેશનાં રાજકારણમાં રાજકોટનું યોગદાન, રાજકોટની ઐતિહાસિક વિરાસતોથી લઇ અને હાલનું સ્માર્ટસીટી આધુનિક રાજકોટની આછેરી ઝલક રજુ થશે.

ર૬ મી જાન્યુઆરીએ મહાત્મા ગાંધી મ્યુઝિયમ (આલ્ફ્રેડ હાઇસ્કુલ) ખાતે એટહોમ કાર્યક્રમ યોજાશે આ દિવસે ર હજાર જેટલા વિદ્યાર્થીઓ યોગ કાર્યક્રમ રજૂ કરશે.

આ ઉપરાંત વીજકંપની, આર. એન.બી. પાણી પુરવઠા, વાસ્કો વગેરે દ્વારા ૯ ટેબલો રજુ થશે.

આમ આ વખતે રાજકોટમાં પ્રજાસત્તાક પર્વની ધુમ-ધડાકાભેર રંગારંગ ઉજવણી માટે કલેકટર તંત્ર દ્વારા તડામાર તૈયારી શરૂ કરી દેવાઇ છે.

(3:33 pm IST)
  • ગાંધીધામમાં ૨ દુકાનોમાંથી કરાઈ તસ્કરી:ભારતનગરમાં દુકાનોને બનાવાઈ નિશાન:અંદાજે ૨ લાખની તસ્કરી થયાનું અનુમાન:જનરલ સ્ટોર - મોબાઈલ શોપમાંથી ચોરી access_time 1:26 am IST

  • લાંચ પ્રકરણમાં સંડોવણી બાદ સુરત કોંગ્રેસની આકરી કાર્યવાહી : મહિલા કોર્પોરેટર કપિલા પટેલને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરાયા : લાંચ પ્રકરણ અંગે શહેર કોગ્રેસ દ્વારા પ્રદેશ કક્ષાએ જાણ કરાઈ : પ્રદેશકક્ષાએથી મળેલ નિર્દેશ મુજબ શહેર પ્રમુખે કપિલા પટેલને કર્યા સસ્પેન્ડ access_time 10:57 pm IST

  • કેન્દ્ર સરકારને મોટી રાહત : રાજ્યસભામાં નાગરિકતા સંશોધન બિલ પર મતદાન : બિલને સિલેકટ કમિટી પાસે મોકલવાનો પ્રસ્તાવ રદ : શિવસેનાનો વોકઆઉટ : બિલને સિલેક્ટ સમિતિ પાસે મોકલવાના વિરુદ્ધમાં 124 મત અને સમર્થનમાં 99 મત પડ્યા : access_time 8:35 pm IST