Gujarati News

Gujarati News

News of Wednesday, 11th December 2019

મહેસૂલી કર્મચારીઓની હડતાલથી પ્રજાને પારાવાર પરેશાનીઃ તાકિદે નીવેડો લાવોઃ વકિલોનું આવેદન

રાજકોટ તથા રેવન્યુ બાર એસો. બંને દ્વારા કલેકટરને રજુઆતો કરાઇ...

રાજકોટ અને રેવન્યુ બાર એસો. બંને દ્વારા મહેસૂલી કર્મચારીઓની હડતાલ પ્રશ્ને લોકોને પડતી હાલાકી...અને હડતાલનો તાકિદે નિવેડો લાવવા અંગે કલેકટરને આવેદન પાઠવાયું હતું તે નજરે પડે છે. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

રાજકોટ તા. ૧૧: રાજકોટ અને રેવન્યુ બાર એસો.એ મુખ્યમંત્રી-મહેસુલ મંત્રી સંબોધી કલેકટરને આવેદન પાઠવી મહેસૂલી કર્મચારીશ્રીઓના પડતર પ્રશ્નો બાબતે ચાલી રહેલ અચોકકસ મુદતની હડતાલથી નાગરીકોને પડતી મુશ્કેલીઓ બાબતે રજુઆત કરી હતી.

આવેદનમાં ઉમેર્યું હતું કે, તાજેતરમાં મહેસુલી કર્મચારીશ્રીઓ દ્વારા પોતાની રજુઆત સંબંધે તા. ૦૯/૧ર/ર૦૧૯ થી અચોકકસ મુદતની હડતાલ સમગ્ર ગુજરાતમાં જાહેર કરવામાં આવેલ છે જે હાલમાં પણ ચાલુ છે. જે સંબંધે નાગરીકોને મહેસુલી કામકાજમાં ખુબજ મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહેલ છે, તેમજ આમ જનતાના કામકાજનું નિરાકરણ થતું નથી. સામાન્ય નાગરીકો આ સ્થિતિમાં મહેસુલ કચેરીએ ધકકા ખાઇ રહેલ છે અને આમ જનતાને હડતાલના કારણે ખુબજ મુશ્કેલીઓ વેઠવી પડે છે.

આવેદનપત્રથી જાણ કરવાની કે સદરહું બાબતે મહેસુલી કર્મચારીઓની હડતાલના કારણે અને જાહેર જનતાના કામોનું નિરાકરણ થતું ન હોય જેથી નકારાત્મક ભાવના ઉદભવી રહી છે જે ભવિષ્યમાં વહીવટી તંત્ર માટે હીતાવહ ન હોય જે ધ્યાને લેવા અને સરકાર કક્ષાએ આ બાબતે તાત્કાલીક ઘટતું કરવા વિનંતી છે.

રેવન્યુ બાર એસોસીએશનના પ્રમુખ શ્રી સી. એચ. પટેલ, રાજભા ઝાલા, ઉપપ્રમુખશ્રી નલીન આહયા, એન. વી. પટેલ, સેક્રેટરી દીપક મહેતા જો. સેક્રેટરી વિરેન વ્યાસ ટ્રેઝરર, જયેશ બોઘરા, શ્યામ પરમાર, આનંદ પરમાર, વિજય રૈયાણી, રાજેશ નશીત, સત્યેન ચાંગેલા, ધર્મેશ સખીયા, એન્જલ સરધારા, મહેશ ચાવડા, દિવ્યેશ છગ, કેતન મંડ, પંકજ દોંગા, પિયુષ સખીયા, નૈમીષ પટેલ, મનોજ સોજીત્રા, દિનેશ વારોતરીયા, રીતેષ ટોપીયા, હરેશ સોરઠીયા, રમેશ કાપડીયા, જિજ્ઞેશ દેસાઇ ભાજપ લીગલ સેલના હિતેષભાઇ દવે વિગેરે હાજર રહેલ.

(3:31 pm IST)