Gujarati News

Gujarati News

News of Wednesday, 11th December 2019

દુષ્કર્મના વધતા મામલે એડવોકેટ પંડિત દ્વારા વડાપ્રધાન-મુખ્યમંત્રીને પત્ર

પીડીતાને ઝડપી ન્યાય માટે વિવિધ સૂચનો મોકલ્યા..

રાજકોટ, તા. ૧૧ : રાજકોટ લીગલ સપોર્ટ સર્વિસના પ્રમુખ શ્રી સંજય એચ. પંડિતએ દુષ્કર્મના મામલાઓમાં ઝડપી ન્યાય અપાવવા કેન્દ્ર સરકાર તથા રાજય સરકારને પત્ર દ્વારા સૂચનો પાઠવેલ છે.

રાજકોટ લીગલ સર્વિસના પ્રમુખ શ્રી સંજય એચ. પંડિતએ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી તથા ગુજરાત રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી તેમજ કાયદા મંત્રાલયને પત્ર પાઠવી દુષ્કર્મના મામલાઓમાં ન્યાય પ્રણાલીકા ઝડપી બનાવવા પત્ર દ્વારા સૂચનો પાઠવેલ છે.

સંજય પંડિતએ પોતાના પત્રમાં જણાવ્યા અનુસાર હાલ દેશમાં દર ૧પ મીનીટે એક દુષ્કર્મનો મામલો નોંધાય છે તેવી પરિસ્થિતિ પ્રવર્તાન છે ત્યારે આવા કિસ્સાઓમાં પીડીતાઓને ન્યાય મેળવવા વર્ષો સુધી રાહ જોવી પડે એ પ્રકારની ન્યાયીક પ્રણાલીકામાં સુધારો કરવાની તાતી જરૂરીયાત ઉભી થયેલ છે. હાલ એવા ઘણા કેસો છે જેમાં દુષ્કર્મની ફરીયાદોમાં છેલ્લા ઘણા વર્ષોથી હાઇકોર્ટમાં સ્ટે થઇને પડેલ છે અને દુષ્કર્મના આક્ષેપો વાળા આરોપીઓ ખુલ્લેઆમ સમાજમાં હરેફરે છે જેને કારણે સમાજમાં તેની વિપરીત અશરો પડે છે અને સામાન્ય લોકોના માનસ ઉપર ઓવી છાપ ઉપસ્થિત થાય છે કે જે વ્યકિત પાસે મની પાવર અને મશલ પાવર છે તેનું કાયદો કે પોલીસ કાઇ બગાડી શકતી નથી. વર્ષો સુધી હાઇકોર્ટમાં દુષ્કર્મની ફરીયાદો સ્ટે થઇ ને પડેલ હોવાને કારણે આવી ફરીયાદોમાં પોલીસ પાસે પૂરતા પુરવાઓ હોવા છતા ચાર્જશીટ ફાઇલ કરી શકતી નથી જેને કારણે આવા કિસ્સાઓ વર્ષો સુધી કોર્ટમાં ટ્રાયલ શરૂ જ નથી થઇ શકતી અને આખરે પીડિતા અને તેના પરિવારજનો થાકી તૂટીને આરોપીઓ સાથે સમાધાનની ભૂમિકામાં આવી જતા હોય છે આ પ્રકારની પરિસ્થિતિએ પીડીતા અને તેના પરિવાર સાથે એક કૃર મજાક સમાન છે. એડવોકેટ પંડિત દ્વારા પોતાના આ પત્રમાં કેન્દ્ર સરકાર તથા રાજય સરકારને દુષ્કર્મ મામલાઓમાં ઝડપી ન્યાય અપાવવા માટેના સુચનો કરેલ છે જેની અમલવારી તાત્કાલીક કરાવવા પત્ર પાઠવી એડવોકેટ પંડિતે માંગણી કરેલ છે.

(3:26 pm IST)