Gujarati News

Gujarati News

News of Wednesday, 11th December 2019

દેશી દારૂ, મારામારી, ચોરીમાં સામેલ ત્રણ શખ્સોને પાસામાં ધકેલી દેવાયા

પીસીબીની દરખાસ્તને પોલીસ કમિશનરની મંજુરીઃ દેશી દારૂના બુુટલેગરો સામે પણ હવે પાસાનું શસ્ત્રઃ તાલુકા, માલવીયાનગર અને એ-ડિવીઝન પોલીસે બજવણી કરી

રાજકોટ તા. ૧૧ : શહેરના જુદા-જુદા વિસ્તારમાં દેશી દારૂ, મારામારી અને ચોરીના ગુન્હામાં સામેલ ત્રણ શખ્સોને પાસામાં ધકેલી દેવાયા છે.

મળતી વિગત મુજબ શહેરના જુદા-જુદા વિસ્તારોમાં રીક્ષામાં પેસેન્જરોને બેસાડી નજર ચુકવી રોકડ રૂપિયા સેરવી લેવાના અનેક ગુનામાં એ ડીવીઝન પોલીસે ભાદો દુલાભાઇ સોલંકી (ઉ.૪૦) (દેવીપુજક) (રહે. ઢેબર કોલોની મફતીયાપરા ઝુપડપટ્ટી) ની ધરપકડ કરી હતી. આ શખ્સને પાસા હેઠળ વડોદરા જેલમાં ધકેલી દેવાયો છે.

જયારે માલવીયાનગર વિસ્તારમાં મારામારીના અનેક ગૂન્હામાં માલવીયાનગર પોલીસે હિરેન ગોવિંદભાઇ પરમાર (ઉ.ર૩) (રહે. આંબેડકરનગર શેરી નં.પ, દોઢસોફુટ રોડ)ની ધરપકડ કરી હતી. આ શખ્સને પાસા હેઠળ વડોદરા જેલમા ધકેલી દીધો છ.ેજયારે શહેરના દેશીદારૂના ગુનામાં અનેક વખત અજીત જુસબભાઇ ડેલા (ઉ.૪૮) (રહે. ગોંડલ રોડ રસુલપરા)ના તાલુકા પોલીસે ધરપકડ કરી હતી આ શખ્સને પાસા હેઠળ વડોદરા જેલમાં ધકેલી દીધો છે. આ કાર્યવાહીમાં આ ત્રણેય શખ્સેને પાસામાં ધકેલવા માટે પીસબી શાખાના પીઆઇ એસ.એન.ગડુ, હેડ કોન્સ શૈલેષભાઇ રાવલ, રાજુભાઇ દહેકવાલ, અજયભાઇ શુકલા, ઇન્દ્રજીતસિંહ, રાહુલગીરી ગોસ્વામીએ દરખાસ્ત કરતા પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે વોરંટ ઇશ્યુ કરતા એ ડીવીઝન પોલીસ મથકના પીઆઇ એન.કે. જાડેજા પીએસઆઇ એસ.વી.સાખારા એએસઆઇ રણજીતસિંહ, દિપકભાઇ અને વિજયસિંહ તથા ભકિતનગર પોલીસ મથકના પીઆઇ વી.કે.ગઢવી, પીએસઆઇ. પી.બી.જેબલીયા તેમજ માલવીયાનગર પોલીસ મથકના પી.આઇ.એન.એન.ચુડાસમા, પીએસઆઇ  જે.એ. ખાચર, પીએસઆઇ જે. એસ.ચંપાવત, એએસઆઇ પરેશભાઇ, એએસઆઇ જાવેદભાઇ રીઝવી અને અરુણભાઇ બાંભણીયાએ તથા તાલુકા પોલીસ મથકના પીઆઇ જે.વી.ધોળા, ભાવેશ, પ્રવિણભાઇ અને બળુભાએ ત્રણ શખ્સોની ધરપકડ કરી વોરંટની બજવણી કરી હતી. પોલીસ દ્વારા હવે દેશી દારૂના ધંધાર્થીઓ સામે પણ પાસાનું શસ્ત્ર ઉગામાયું છે.

(3:26 pm IST)