Gujarati News

Gujarati News

News of Wednesday, 11th December 2019

નવાગામમાં પ્રેમશંકરે પડોશણને ખરાબ ઇશારા કરી માથે જતાં નિર્લજ્જ હુમલો કરી લાફા ઢીકા-પાટુ માર્યા

બપોરે મહિલાએ છેડતી બાબતે ઠપકો આપતાં રાતે ફરીથી ખેલ કર્યાઃ ગુનો નોંધાયો

રાજકોટ તા. ૧૧: કુવાડવા રોડ પર નાવાગામ મામાવાડી વિસ્તારમાં રહેતાં ૩૬ વર્ષિય મહિલા સામે પડોશીએ ખરાબ નજરે જોઇ ખરાબ ઇશારા કરતાં તેને ઠપકો આપતાં આ શખ્સે લાજવાને બદલે ગાજતો હોઇ તેમ મહિલાને ગાળો દઇ બ્લાઉઝ પકડી થપ્પડો મારી ઢીકા-પાટુનો માર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપતાં કુવાડવા પોલીસે ગુનો નોંધ્યો છ.ે

કુવાડવા પોલીસે મહિલાની ફરિયાદ પરથી મામાવાડીમાં રહેતાં પ્રેમશંકર તુરહા નામના પરપ્રાંતિય શખ્સ સામે આઇપીસી ૩૫૪, ૩૨૩, ૫૦૪, ૫૦૬ (૨) મુજબ નિર્લજ્જ હુમલાની કલમો હેઠળ ગુનો નોંધ્યો છે. ફરિયાદીએ એફઆઇઆરમાં જણાવ્યું છે કે પડોશી પ્રેમશંકર અવાર-નવાર ખરાબ ઇરાદાથી સામે જોતો હોઇ તેમજ ઇશારા કરતો હોઇ તેને ઠપકો આપ્યો હતો. ગઇકાલે બપોરે તેની સાથે માથાકુટ થઇ હતી.

એ પછી રાતે ફરીથી તે ઘરની બહાર આવ્યો હતો અને ગાળો દઇ બ્લાઉઝ ખેંચી મહિલાને લાફા મારી દઇ નિર્લજ્જ હુમલો કરી તેમજ ઢીકા-પાટુનો માર માર્યો હતો અને માથે જતાં ખુનની ધમકી આપી હતી.  દેકારો મચી જતાં લોકો ભેગા થઇ જતાં તે ભાગી ગયો હતો. પીએસઆઇ આર. એલ. ખટાણાએ પી.આઇ. પરમારની રાહબરીમાં ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

(1:13 pm IST)
  • નિત્યાનંદ આશ્રમ વિવાદ મામલે કોર્ટમાં બંને સાધિકાઓ જામીન અરજી પર સુનાવણી પૂર્ણઃ સાધિકાની જામીન અરજી પર ૧૩ ડિસે. ગ્રામ્ય સેશન્સ કોર્ટ શુક્રવારે ૩ વાગે ચુકાદો આપશે access_time 2:03 pm IST

  • ભાવનગરમાં મંડપ કોન્ટ્રાકટર્સ, કેટરર્સ અને રેસ્ટોરન્ટ પર GSTનું ચેકીંગ: મોટાપાયે કરચોરી બહાર આવે તેવી શક્યતા access_time 9:08 pm IST

  • માનવ ભક્ષી દીપડાને ઠાર કરાયો : બગસરા નજીક ગૌશાળામાં શાર્પ શુટરોએ દીપડાને ઠાર કર્યો હોવાના અહેવાલ : છેલ્લા પાંચ દિવસના ઓપરેશન બાદ વન વિભાગને મળી સફળતા : access_time 7:55 pm IST