Gujarati News

Gujarati News

News of Wednesday, 11th December 2019

ચુનારાવાડ ચોકમાં ચેનચાળા કરતી શાંતિ અને આજમીરાબીબી પકડાઇ

રાજકોટ તા. ૧૧: થોરાળા પોલીસે ચુનારાવાડ ચોક જાહેર શોૈચાલય પાસેથી બે મહિલાને આવતા-જતાં પુરૂષો સામે ચેનચાળા કરતી પકડી લીધી હતી. હેડકોન્સ. બી.આર. વાસાણી, કોન્સ. દિવ્યેશભાઇ, વિજયભાઇ મેતા સહિતે શાંતિ કુટુન શર્મા (ઉ.૫૦-રહે. ચુનારાવાડ-૮) તથા આજમીરાબીબી આલમ શેખ (ઉ.૪૬-રહે. ચુનારાવાડ ચોક, ભાવનગર રોડ) સામે જીપીએકટ ૧૧૦, ૧૧૭ મુજબ જાહેરમાં આવતાં-જતાં લોકો સામે બિભત્સ ઇશારા-ચાળા કરવા અંગે ગુનો નોંધી કાર્યવાહી કરી હતી.

કુબલીયાપરામાં જૂગાર રમતાં અહેમદઅલી અને વિજય ૧૫ હજારની રોકડ સાથે પકડાયા

કુબલીયાપરા મચ્છી ચોકમાં અહેમદઅલી જોહરઅલી પસ્તીવાલા (ઉ.૩૧) અને વિજય ભીખાભાઇ વારસુર (ઉ.૨૨) ગંજીપાના વડે અંદર-બહાર પાટલાનો જૂગાર રમતાં હોઇ થોરાળા પોલીસની ટીમે પકડી લઇરૂ. ૧૫૨૦૦ રોકડા કબ્જે કર્યા હતાં.

(1:10 pm IST)
  • કેન્દ્ર સરકારને મોટી રાહત : રાજ્યસભામાં નાગરિકતા સંશોધન બિલ પર મતદાન : બિલને સિલેકટ કમિટી પાસે મોકલવાનો પ્રસ્તાવ રદ : શિવસેનાનો વોકઆઉટ : બિલને સિલેક્ટ સમિતિ પાસે મોકલવાના વિરુદ્ધમાં 124 મત અને સમર્થનમાં 99 મત પડ્યા : access_time 8:35 pm IST

  • માધાપરમાં દુષ્કર્મનો ભોગ બનનાર કિશોરીને ધમકી:ગત ઓગસ્ટ માસમાં નોંધાવી હતી દુષ્કર્મની ફરિયાદ: માધાપરના હોમિયોપેથીક તબીબ સામે નોંધાયો હતો ગુનો:અજાણ્યા બુકાનીધારીએ કેસ પરત ખેંચી લેવા આપી ધમકી access_time 1:24 am IST

  • સુરત લાંચ કેસમાં સંડોવાતા કોંગ્રેસનાં ૨ હોદેદારો બરતરફ access_time 3:24 pm IST