Gujarati News

Gujarati News

News of Wednesday, 11th December 2019

ફિનકેર સ્મોલ ફાઇનાન્સ બેંકના પેનલ એડવોકેટ તરીકે જે. એમ. કુવાડીયા

રાજકોટ તા. ૧૧ : મુળ જંગવડના અને રાજકોટમાં રેવન્યુ ક્ષેત્રને ધમરોળતા એડવોકેટ જે. એમ. કુવાડીયાની ફિનકેર સ્મોલ ફાઇનાન્સ બેંકના પેનલ એડવોકેટ તરીકે નિમણુંક થતા ઠેરઠેરથી અભિનંદનવર્ષા થઇ રહી છે. જગુભાઇ તરીકે હુલામણા નામથી ઓળખાતા અને અક્ષરનિધિ શરાફી મંડળીના ડીરેકટર એવા એડવોકેટ જે. એમ. કુવાડીયા (મો.૯૬૨૪૫ ૫૫૫૫૭) રાજકોટ ડીસ્ટ્રીક કો-ઓપ. બેંક, રાજકોટ નાગરીક સહકારી બેંક, આધાર હાઉસીંગ ફાયનાન્સ, બેંક ઓફ બરોડામાં પણ પેનલ એડવોકેટ તરીકે સેવા આપી રહ્યા છે. જય દ્વારકાધીશ એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ તરીકે જવાબદારી સંભાળવા સાથે વૃક્ષારોપણ પ્રવૃત્તિઓ પણ ધમધમાવી રહ્યા છે.

(11:44 am IST)