Gujarati News

Gujarati News

News of Wednesday, 11th December 2019

પોલીસની ડ્રાઇવ અવિરત...૧૫ જેટલી વાંધાજનક રિક્ષા ડિટેઇનઃ દારૂ પી વાહન હંકારતાં ૬, છરી સાથે ૪ અને દેશી સાથે ૪ પકડાયા

રાજકોટ તા.૧૧: શહેર પોલીસ દારૂની બદ્દી નાબુદ કરવા અને બીજા ગુનાઓ બનતાં અટકાવવા સતત ડ્રાઇવ, દરોડા અને વાહન ચેકીંગની કામગીરી કરે છે. ગત રાતે ગાંધીગ્રામ પોલીસ અને પ્ર.નગર પોલીસે ફરીથી ડ્રાઇવ યોજી હતી. જેમાં દારૂ પીધેલા લોકોને તથા દારૂ સાથે કેટલાકને પકડી લેવાયા હતાં. એમવીએકટ મુજબ રિક્ષાઓ પણ ડિટેઇન કરવામાં આવી હતી. તો થોરાળા પોલીસે ઓટો રિક્ષાનો ઉપયોગ કરી લૂંટના બનાવો બનતાં હોઇ તે અટકાવવા વાહન ચેકીંગ શરૂ કરી ૧૧ જેટલી વાંધાજનક રિક્ષાઓ ડિટેઇન કરી હતી. અલગ-અલગ પોલીસ મથકના સ્ટાફે દારૂ પી વાહન હંકારતા છ શખ્સોને, દેશી દારૂ સાથે ચારને અને છરી સાથે ચારને પકડ્યા હતાં.

જાણવા મળ્યા મુજબ ગાંધીગ્રામ પી.આઇ. કે. એ. વાળા અને પ્ર.નગર પી.આઇ. વી.એસ. વણઝારાએ પોતપોતાની ટીમોને સાથે રાખી  વાહન ચેકીંગ કર્યુ હતું. જેમાં ગાંધીગ્રામ પોલીસે તોલીયા મુન્નાભાઇ રાઠોડ (રહે. શાંતિનગર ગેઇટ, રૈયાધાર, મુળ એમપી)ને દારૂ પી બાઇક હંકારતો, યોગેશ ભીખુભાઇ વાઘેલા (રહે. રૈયા ગામ)ને પણ દારૂ પી રિક્ષા હંકારતો પકડી લીધો હતો. તેમજ છોટુનગર પાસેથી વજુ બાઘુ વાજેલીયાને રૂ. ૬૦૦ના દારૂ સાથે પકડ્યો હતો. તેમજ એક રિક્ષા ડિટેઇન કરી હતી. પ્ર.નગર પોલીસે એક રિક્ષા ડિટેઇન કરી હતી તો દારૂ પી વાહન હંકારવાનો એક કેસ કર્યો હતો.

જ્યારે થોરાળા પી.આઇ. જી. એમ. હડીયા અને ટીમના પી.ડી. જાદવ સહિતે થોરાળા વિસ્તારમાં અલગ-અલગ સ્થળે ચેકીંગ કરી ૧૧ વાંધાજનક રિક્ષા ડિટેઇન કરી હતી. આ રિક્ષાના નંબરો જીજે૧એવી-૨૫૪૪, જીજે૦૩બીયુ-૦૫૪૭, જીજે૦૩બીયુ-૩૯૭૨,  જીજે૩૬યુ-૦૮૭૧,  જીજે૦૩બીયુ-૪૩૮૬,  જીજે૦૩બીયુ-૦૪૨૮, જીજે૦૩એએકસ-૧૪૩૧, જીજે૦૩એએકસ-૭૮૭૯, જીજે૦૩એએકસ-૧૯૦૧, જીજે૦૩એયુ-૩૪૨૦ તથા જીજે૩૬યુ-૩૯૮૦ છે.

અન્ય દરોડામાં એ-ડિવીઝન પોલીસે ગોંડલ રોડ સૂર્યકાંત હોટેલ પાસેથી અલ્પેશ મધુભાઇ ઝરીયા (રહે. લોધેશ્વર સોસાયટી-૫/૭)ને છરી સાથે, બી-ડિવીઝન પોલીસે સંત કબીર રોડ ત્રિવેણી ગેઇટ પાસેથી પ્રકાશ નાથાભાઇ દેલવાડીયા (રહે. મોરબી રોડ ઝૂપડામાં)ને છરી સાથે પકડ્યો હતો. કુવાડવા રોડ પોલીસ મથકના પી.આઇ. એમ. આર. પરમારની રાહબરીમાં માલિયાસણ ચોકડીએ વાહન ચેકીંગ કરવામાં આવ્યું હતું. તેમજ બેડલાની સીમમાંથી સુનિલ જોરા જખાણીયાને રૂ. ૧૪૦ના દારૂ સાથે, સોખડાના પાટીયેથી દિનેશ ઘોઘાભાઇ બહુકીયા (ધમલપર)ને છરી સાથે પકડી લીધો હતો. જ્યારે નવાગામ આણંદપરના દિલીપ મોહનભાઇ ભખોડીયાને ગામના રામાપીર મંદિર પાસેથી છરી સાથે પકડી લેવાયો હતો.

આ ઉપરાંત આજીડેમ પી.આઇ. એ.એસ. ચાવડા અને ટીમે આજીડેમ ચોકડીએથી સાગર ઉકાભાઇ સોલંકી (રહે. મયુરનગર-૩)ને દારૂ પી રિક્ષા હંકારતો, આસીફ અજીઝભાઇ અગવાન (રહે. માજોઠીનગર)ને  રવિવારી બજારના ગ્રાઉન્ડ પાસેથી દારૂ પી રિક્ષા હંકારતો અને વિશાલ ભાવેશભાઇ ચાવડા (ઉ.૨૭-રહે. ગોવિંદનગર-૩/૪, કોઠારીયા રોડ)ને દારૂ પી બલેનો કાર જીજે૦૩જેસી-૫૫૫૫ હંકારી આજીડેમ ચોકડીથી આરતી ઇન્ડસ્ટ્રીઝ રોડ પર નીકળતાં પકડી લીધો હતો.

તાલુકા પીઆઇ જે.વી. ધોળા અને ટીમે નવા દોઢસો રીંગ રોડ ઠાકર ચોક પાસેથી વનરાજ ધીરૂભાઇ બારડ (ઉ.૨૪-રહે. ચુડા મફતીયાપરા)ને રૂ. ૪૦૦ના એક બોટલ દારૂ સાથે પકડ્યો હતો. યુનિવર્સિટી પીઆઇ આર.એસ. ઠાકર અને ટીમે સાધુ વાસવાણી રોડ ચંદ્ર મોૈલેશ્વર મંદિર પાસેથી ગુલાબ બટુક સોલંકીને રૂ. ૮૦ના દારૂ સાથે, પોરબંદરના ભરત લક્ષમણભાઇ ઓડેદરાને તથા શકિતનગર પંચરત્ન ટાવર નં. ૧૦૩માં રહેતાં ભરત કેશુભાઇ કેશવાલાને ભગતસિંહજી ગાર્ડન પાસેથી દારૂ પીધેલી હાલતમાં પકડી લીધા હતાં. ભરત હસ્તકની જીજે૦૩કેસી-૯૨૭૮ નંબરની કાર પણ કબ્જે કરવામાં આવી હતી.

(1:11 pm IST)
  • સુરત લાંચ કેસમાં સંડોવાતા કોંગ્રેસનાં ૨ હોદેદારો બરતરફ access_time 3:24 pm IST

  • ગાંધીધામમાંથી જુગાર રમતા સાત શકુનિઓ ઝડપાયા :સુંદરપુરી વિસ્તારમાં પોલીસે પાડ્યો દરોડો:પોલીસે ૧.૨૭ લાખનો મુદ્દામાલ કર્યો કબ્જે: જાહેરમાં તીનપત્તીનો રમાતો હતો જુગાર access_time 1:29 am IST

  • જીએસટી કાઉન્સીલે નિયુકત કરેલા રેવન્યુ બાબતના ઓફીસરોની એક મહત્વની બેઠક અત્યારે સાંજે પૂરી થઇ જેમાં આ અધિકારીઓએ ૫% જીએસટીનો સ્લેબ વધારીને ૮ % કરવાનો અને ૧૨ % જીએસટીનો સ્લેબ વધારીને ૧૫ ટકા કરવાની ભલામણ કરી છે (ન્યુઝ ફર્સ્ટ દ્વારા) access_time 5:27 pm IST