Gujarati News

Gujarati News

News of Tuesday, 11th December 2018

જેસીઆઇ રાજકોટ યુવાની વર્ષ ૨૦૧૯ ની ટીમ જાહેર : પ્રેસીડેન્ટ તરીકે રચના રૂપારેલ : જાન્યુઆરીમાં શપથ સમારોહ

રાજકોટ : નવા નવા ટ્રેનર અને લીડર તૈયાર કરવા કટીબધ્ધ  રહેતા જેસીઆઇ રાજકોટ યુવાની સ્થાપના ૨૦૦૮ માં ફકત ૨૦ મેમ્બર્સથી કરાઇ હતી. હાલ ૫૦ થી વધુ કપલ મેમ્બરશીપ ધરાવે છે. દર મહિલને પ્રોગ્રામ મીટીંગ અને મેમ્બર્સ માટે ટ્રેનિંગ તથા જનરલ બોર્ડનું આયોજન કરવામાં આવે છે. અહીં ઉલ્લેખનીય છે કે જેસીઆઇ ઇન્ડિયા ઝોન ૭ માં બેસ્ટ પ અધ્યાયમાં ગણના થાય છે. વર્ષ ૨૦૧૮ ના વાર્ષિક અધિવેશનમાં વિવિધ પ્રોજેકટ પ્રોગ્રામમાં ૧૧ એવોર્ડ મેળવી ઝોન-૭ માં દ્વીતીય સ્થાન હાંસલ કરેલ. જેસી અશ્વિન ચંદારાણા દ્વારા સતત નવા નવા લીડર તૈયાર કરાયા. જેમાં ગીરીશ ચંદારાણા, વિશાલ પંચાસરા, જીજ્ઞેશ શાહ, મનીષ પલાણ, મિતેષ પટેલ, કરણ છાટપાર, ગોપાલ ઠકરાર, રચના રૂપારેલ, શીલુ ચંદારાણા, ક્રીના માંડવીયા, રીમા શાહે આ સંસ્થાની પ્રવૃત્તિને વેગ આપ્યો. વર્ષ ૨૦૧૮ ની ટીમની કામગીરીને વધાવવા અને વર્ષ૨૦૧૯ ની નવી ટીમ જાહેર કરવા તાજેતરમાં મીટીંગ મળી હતી. જેમાં વર્ષ૨૦૧૯ માટે જેસીઆઇ યુવાના પ્રેસીડેન્ટ તરીકે રચના રૂપારેલને જાહેર કરાયા હતા. જયારે મિતેષ પટેલ આઇપીપી, ચિરાગ દોશી સેક્રેટરી, વિશાલ પંચાસરા વીપી મેનેજમેન્ટ, કુંજલ ઉનડકટ વીપી ટ્રેનીંગ, અભિષેક ચંદારાણા વીપી પ્રોગ્રામ, ક્રીના માંડવીયા વીપી બિઝનેશ, ગોપાલ ઠકરાર વીપી જી એન્ડ ડી, પ્રતિક દોશી વીપી ઇન્ટરનેશનલ, મનીષ પલાણ ટ્રેઝરર, કરણ છાટપાર જીએલસી, પાયલ મોદી સેક્રેટરી, શૈલ ચંદારાણા, કુશલ રાડીયા, સેક્રેટરી સ્વાતિ રાજગુરૂ, ડાયરેકટર કેવલ પટેલ કોમ્યુટર, ખ્યાતી પાટડીયા ડાયરેકટર, ટવીન્કલ ચંદારાણા ડાયરેકટર તરીકે નિમણુંક પામ્યા હતા. નવી ટીમના માર્ગદર્શક તરીકે પાસ્ટ પ્રેસીડેન્ટ અશ્વિન ચંદારાણા, ગિરીશ ચંદારાણા, જીજ્ઞેશ શાહ, મયુર ચૌહાણ, મિતેષ પટેલ, હરીશ ચંદારાણા, ભાર્ગવ ઉનડકટ, પંકજ સંચાણિયા હંમેશા સક્રીય રહેશે. તેમ જેસીઆઇ યુવાની યાદીમાં જણાવાયુ છે. શપથવિધિ સમારોહનું જાન્યુઆરીના પ્રથમ અઠવાડીયામાં પ્રણાલી મુજબ કરાશે. જેસીઆઇ રાજકોટ યુવામાં મેમ્બર્સ બનવા કે વધુ માહીતી માટે અશ્વિનભાઇ ચંદારાણા મો.૯૮૨૫૩ ૧૪૪૪૩, ગિરીશ ચંદારાણા મો.૯૮૨૫૧ ૫૭૮૨૧, રચના રૂપારેલ મો.૮૯૮૦૬ ૬૯૯૫૭ અથવા રૂબરૂ ૩૦૩ પુજા કોમ્પલેક્ષ, હરીહર ચોક ખાતે બપોરે ૩ થી સાંજે ૭ દરમિયાન સ઼પર્ક કરવા ઇલેકટ પ્રેસીડેન્ટ ૨૦૧૯ રચના રૂપારેલની યાદીમાં જણાવાયુ છે.

(4:01 pm IST)