Gujarati News

Gujarati News

News of Tuesday, 11th December 2018

વીજબીલની રકમ નહિં ભરતા રકમ વસુલવા ગ્રાહક સામે કોર્ટનું વોરંટ

રાજકોટ તા.૧૧: અત્રેે પી.જી.વી.સી.એલ. પાસેથી કનેકશન મેળવી વીજવપરાશ કરી વીજબીલ નહિ ભરતા ગ્રાહક સામે પકડવાનું વોરંગ કાઢી અદાલતે રૂ. ૫૬,૩૨૧-૦૪ પેસા નહિ ભરતા આરોપી સામે ઉપરોકત રકમ તથા રૂ. ૫,૦૦૦/- ખર્ચની રકમનું વોરંટ કાઢવાનો હુકમ કર્યો હતો.

આ કેસની હકીકત એવી છે કે, રાજકોટ તાલુકાના હલેન્ડા ગામમાં રહેતા લાલજીભાઇ અરજણભાઇ દેલવાડીયા પી.જી.વી.સી.એલ. પાસે કાયદેસરનું વીજકનેકશન મેળવેલ હતું. પી.જી.વી.સી.એલ. તરફથી નિયમિત બીલ અપાતા હતા. લાલજીભાઇ અરજણભાઇ દેલવાડીયા પી.જી.વી.સી.એલ.ના કાયદેસરના ગ્રાહક હતા અને પી.જી.વી.સી.એલ. ની વીજળીનો વીજવપરાશ કરી રૂ. ૩૯,૭૮૧-૬૨ પૈસાનો વીજવપરાશ કર્યા બાદ તે રકમ ભરપાઇ કરેલ ન હતી. જેથી પી.જી.વી.સી.એલ.એ લાલજીભાઇ અરજણભાઇ દેલવાડીયા વિરૂદ્ધ દાવો દાખલ કરતા અદાલતે દાવો મંજુર કરેલ તેમ છતાં રકમ નીહ ભરતા પી.જી.વી.સી.એલ. કાંુ. તરફી લાલજીભાઇ અરજણભાઇ દેલવાડીયા વિરૂદ્ધ વસુલાતની કાર્યવાહી કરેલ.

અદાલતે દાવાની રકમ તથા રૂ. ૧૦,૫૧૫-૪૨ પૈસા વ્યાજ તથા રૂ. ૬,૦૨૪-૦૦ દાવા ખર્ચના કુલ મળી રૂ. ૫૬,૩૨૧-૦૪ પૈસાની રકમનો આરોપી વિરૂદ્ધ ધરપકડનું વોરંટ કાઢેલ તેમજ વસુલાતની કાર્યવાહીની પણ રૂ. ૫,૦૦૦/- ચુકવવાનો હુકમ કરેલ. આ રીતે ગ્રાહક લાલજીભાઇ અરજણભાઇ દેલવાડીયાએ પી.જી.વી.સી.એલ.નું કનેકશન મેળવ્યા બાદ વીજવપરાશ કર્યા બાદ બીલ નહિ ભરતા અદાલતે ગ્રાહકને પકડવાનું વોરંટ કાઢેલ છે. અદાલતના આ હુકમથી પી.જી.વી.સી.એલ.ના વીજવપરાશના બીલો નહિ ભરતા ગ્રાહકોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

આ કામમાં પી.જી.વી.સી.એલ. વતી રાજકોટના ધારાશાસ્ત્રી શ્રી જીતેન્દ્ર એમ. મગદાણી રોકાયેલા હતા.

(3:54 pm IST)