Gujarati News

Gujarati News

News of Tuesday, 11th December 2018

મોદી સામે રાહુલ મજબૂત ચહેરો બનશે, જસદણ ચૂંટણીમાં પણ અસર દેખાશેઃ હાર્દિક

ગબ્બર ઈઝ બેક, જય સરદારના બેનરો સાથે હાર્દિક અને અલ્પેશની રેલીનું સ્વાગત

રાજકોટઃ 'પાસ'ના નેતા અલ્પેશ કથીરીયાની જેલમુકિત થતાં ત્રણ દિવસની સંકલ્પયાત્રા નિકળી છે. આ યાત્રા આજે સવારે રાજકોટ પહોંચી હતી. મવડી રોડ ઉપર આ યાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું. પાંચ રાજયોની ચૂંટણીના પરિણામો કોંગ્રેસ તરફી આવતા એક પ્રશ્નના જવાબમાં હાર્દિક પટેલે કહ્યું કે આગામી લોકસભાની ચૂંટણીમાં રાહુલ મજબૂત ચહેરો બનીને ઉભરશે. આજના પરીણામો કોંગ્રેસ તરફી આવતા જસદણની ચૂંટણીમાં પણ તેની અસર દેખાશે. કોંગ્રેસની જીતથી યુપીએ સરકાર મજબૂત બનશે. હાર્દિક પટેલ અને અલ્પેશ કથીરીયાનું ૧૫૦ ફૂટ રીંગ રોડ ઉપરના મવડી, ઉમિયા ચોક સહિતના માર્ગો ઉપર સ્વાગત કરવામાં આવેલ. માર્ગો ઉપર 'ગબ્બર ઈઝ બેક' 'જય સરદાર' જેવા બેનરો જોવા મળતા હતા.(તસ્વીરઃ સંદીપ બગથરીયા)

(3:53 pm IST)