Gujarati News

Gujarati News

News of Tuesday, 11th December 2018

કોઈપણ મહેસુલી કચેરીમાં તમારી પાસે પૈસા માગે છે તો વોટ્સએપથી મને સીધી ફરીયાદ કરો : કલેકટર

ઓનલાઈન બીનખેતીમાં ૪ દિવસે નિકાલ : ૩ મહિનાને બદલે હવે ૯૬ કલાકે કિલયર...

રાજકોટ, તા. ૧૧ : રાજકોટ જીલ્લા કલેકટર ડો. રાહુલ ગુપ્તાએ આજે પત્રકારો સાથેની વાતચીતમાં ઉમેર્યુ હતું કે અમે સીધો નવો અભિગમ શરૂ કર્યો છે.

તેમણે ઉમેર્યુ હતું કે બિનખેતી - અપીલના કેસો, કે અન્ય કેસો ઉપરાંત જીલ્લાની કોઈપણ મહેસુલી કચેરીમાં - પુરવઠાની કચેરીમાં કોઈપણ અરજદાર પાસેથી કોઈપણ કર્મચારી - અધિકારી કામના - ફાઈલના - અરજી કલીયર કરવાના પૈસા માંગતો હોય તો તે અરજદાર સીધા મને કલેકટરને વોટ્સએપ પર સીધી ફરીયાદ કરી શકે છે. કલેકટરનો મો. નં. ૯૯૭૮૪ ૦૬૨૨૦ - વોટ્સએપ છે.

તેમણે ઉમેર્યુ હતું કે ઓનલાઈન બીનખેતીમાં હવે માત્ર ૪ દિવસમાં ફાઈલો કલીયર કરી દેવાય છે, પહેલા ૯૦ દિવસ થતાં હવે માત્ર ૯૬ કલાકમાં બધુ કલીયર કરી લેવાય છે, અરજદારને હવે નવો ટ્રેન્ડ મળ્યો છે. કુલ ૧૫ અરજી આવી તેમાં માત્ર ૧ થી ૨ પડતર છે. એડી. કલેકટર શ્રી પરિમલ પંડ્યા દ્વારા હુકમ આપી દેવાય છે.

(3:10 pm IST)